આપઘાત / લાૅકડાઉનમાં પૈસાની તંગી સર્જાતાં યુવકે એસિડ પીને આત્મહત્યા કરી

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

  • 2 મહિનાથી બેકાર હોવાથી જેમતેમ કરીને દિવસો કાઢી રહ્યા હતા

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 05:00 AM IST

અમદાવાદ. ગોમતીપુરમાં યુવકે લોકડાઉનના કારણે ઘરમાં પૈસાની તંગી સર્જાતા કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. પત્ની ઘરે હાજર ન હતી ત્યારે તેણે ઘરમાં પડેલું એસિડ પી જીવન ટુંકાવ્યું હતું. ગોમતીપુરની મોહનલાલની નવી ચાલીમાં રહેતા ગીતાબેન અને તેમના પતિ કનુભાઈ લોકડાઉનના કારણે ધંધો બંધ થઈ ગયો હોવાથી ઘરમાં પૈસાની તંગી સર્જાઈ હતી. જોકે બંને જેમતેમ કરીને દિવસો કાઢી રહ્યાં હતાં, દરમિયાન બુધવારે બપોરના સમયે કુનભાઈનાં પત્ની કામ અર્થે બહાર ગયાં હતાં ત્યારે કનુભાઈએ ઘરમાં પડેલું એસિડ ગટગટાવી લીધું હતું. 

આ અંગે કનુભાઈના દીકરાઓએ તેમની માતા ગીતાબેનને જાણ કરી હતી, જેથી ગીતાબેન  કનુભાઈને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, જોકે ફરજ પરના ડોક્ટરે કનુભાઈને મૃત જાહેર કર્યા હતા. આ અંગે ગોમતીપુર પોલીસને જાણ થતાં પોલીસનો મોટો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં પોલીસે આપઘાત અંગેની પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, કનુભાઈ લોકડાઉન હોવાથી તથા પૈસાની તંગી ઊભી થઈ હોવાથી ઘરમાં પડેલું એસિડ પીને આત્મહત્યા કરી હતી. આ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી