ફરિયાદ:યુવકે પતંગ કાપનારાની કાનની બુટ કરડી ખાધી

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મિત્રો એક જ ધાબેથી પતંગ ચગાવતા હતા
  • સાબરમતીની ઘટના, પોલીસે ફરિયાદ નોંધી

સાબરમતીમાં એક જ ધાબા પર પતંગ ચગાવી પેચ લઇ પતંગ કાપનાર 26 વર્ષીય યુવકનો પાડોશીએ કાન કરડી લેતા યુવકને કાનની બુટ પર 10 ટાંકા આવ્યા હતા. આ અંગે સાબરમતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે. સાબરમતી શાંતિદીપ રેસિડેન્સીમાં રહેતો અંકિત પારેખ(26) રવિવારે મકાનના 7મા માળે ધાબા પર પતંગ ચગાવતો હતો. એ વખતે પાડોશી ધ્વનિલ પટેલ પણ પતંગ ચગાવતો હતો. ત્યારે અન્ય પાડોશી ચિરાગ જાની પતંગ ચગાવવા આવ્યો હતો.

અંકિત અને ચિરાગના પતંગ હવામાં લાગતા બંને જણાંના પતંગ વચ્ચે પેચ થતા ચિરાગનો પતંગ કપાતા અંકિતે લપેટ-લપેટની બૂમો પાડતા ગુસ્સે થયેલા ચિરાગે ધમકી આપી કે વધારે બોલીશ નહીં માપમાં રહે નહીં તો ત્યાં આવીને મારીશ. અંકિતે સામે કહ્યું, હું વધારે નથી બોલતો તમે શાંતિ રાખો. આ વાતને લઇને ચિરાગે અંકિત પાસે જઇ ગાળો બોલી નીચે પાડી મૂઢ માર માર્યો અને અંકિતના જમણા કાન પર જોરથી બચકું ભર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...