તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • The Years Old Camp Hanuman Temple Will Be Shifted To Sabarmati Riverfront Phase 2, A Meeting Of The Board Of Trustees Was Held With The Cantonment Authority.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોટો નિર્ણય:વર્ષો જુના કેમ્પ હનુમાન મંદિરને સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2 ખાતે ખસેડાશે, ટ્રસ્ટીમંડળની કેન્ટોન્મેન્ટ ઓથોરિટી સાથે બેઠક યોજાઈ

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મંદિરની સાથે જ સ્થાનિક અધિકારીઓએ પણ મંદિરને રિવરફ્રન્ટ ખાતે ખસેડવા અંતે સ્વીકૃતિ આપી છે

કોરોના મહામારીને પગલે રાજ્યભરના મોટાભાગના ધાર્મિક સ્થળોને શરૂ કર્યાને ગણતરીના દિવસોમાં બંધ કરી દેવાયા છે. ત્યારે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલું પ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિર કેન્ટોન્મેન્ટ વિસ્તારમાં આવતા ભક્તો માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં એકપણ વખત દાદાના દર્શન પ્રાપ્ત કરી શક્યા નથી. બીજીતરફ ભક્તો દ્વારા પણ મંદિરને ખોલવા બાબતે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. જેથી હવે આ ઐતિહાસિહ કેમ્પ હનુમાન મંદિરને રિવરફ્રન્ટ ફેઝ-ટુમાં ખસેડવા અંતે ગંભીર વિચારણા ચાલી રહી છે.

બેઠકમાં શું થઈ ચર્ચા?
કેમ્પ હનુમાન મંદિરને ખસેડવા બાબતે મંદિરના ટ્રસ્ટીમંડળની કેન્ટોન્મેન્ટ ઓથોરિટી સાથે એક બેઠક થઈ હતી. ઓથોરિટીના જણાવ્યા અનુસાર, જો મંદિરના ટ્રસ્ટીઓ આ અંગે કોઈ ઠરાવ કરે તો અમે ઉપરની ઓથોરિટીને મંજુરી માટે મોકલી શકીએ છીએ. મંદિરની સાથે જ સ્થાનિક અધિકારીઓએ પણ મંદિરને રિવરફ્રન્ટ ખાતે ખસેડવા અંતે સ્વીકૃતિ આપી છે.

અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ સમયે મંદિરમાં દીવડા પ્રગટાવી ઉજવણી કરાઈ હતી.
અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ સમયે મંદિરમાં દીવડા પ્રગટાવી ઉજવણી કરાઈ હતી.

મંજૂરી આવ્યા બાદ 2 વર્ષમાં મંદિર ખસેડવાનો નિર્ણય લેવાઈ શકે
કેમ્પ હનુમાન મંદિર સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 2માં ખસેડવા બાબતે ભાજપના આગેવાન સુરેન્દ્ર કાકાએ divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ટ્રસ્ટીમંડળ અને કેન્ટોન્મેન્ટ ઓથોરિટી સાથે મીટીંગ થઈ હતી જેમાં મંદિરમાં થતા પ્રશ્નોની ચર્ચા થઈ હતી. લોકોને પાર્કિગમાં વાહન મૂકી રોડ ક્રોસ કરીને આવવું પડે છે, અકસ્માતનો ભય રહે છે અને ફૂટ ઓવરબ્રિજ બનાવવાની વાત હતી તેમજ આર્મી કેન્ટોન્મેન્ટની જગ્યા છે જવાથી સિક્યોરિટીનો પણ પ્રશ્ન હતો. આ બધા પ્રશ્નોના કારણે એક સજેશન આપ્યું હતું કે સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 2ની જગ્યામાં આર્મી કેન્ટોન્મેન્ટની કેટલીક જગ્યા છે જે મંદિરને ફાળવી દેવામાં આવે જેનાથી પ્રશ્નોનો ઉકેલ આવે. આ રજુઆતબે ટ્રસ્ટી મંડળે સ્વીકારી અને ઠરાવ પસાર કર્યો હતો. આર્મી કેન્ટોન્મેન્ટ ઓથોરિટીએ પણ ઉપર મંજુરી માટે મોકલી આપશે. જે મંજૂરી આવ્યા બાદ 2 વર્ષમાં મંદિર ખસેડવાનો નિર્ણય લેવાઈ શકે છે.

કોરોના પગલે કેમ્પ હનુમાન મંદિર 8 મહિનાથી બંધ છે
કોરોના મહામારીને કારણે શાહીબાગ આર્મી કેન્ટોન્મેન્ટમાં આવેલું કેમ્પ હનુમાન મંદિર લગભગ 8 મહિનાથી બંધ છે. જોકે આજે કેમ્પ હનુમાન મંદિર તત્કાલ અસરથી ખોલવા ચેરિટી કમિશનરે હુકમ કર્યો છે. કોરોના સંક્રમણના સમયમાં ગાઈડલાઈન્સ અને સોશિયલ ડિસ્ટન્સના પાલન અને માસ્ક-સેનિટાઇઝર જેવી બાબતોની પૂરતી તકેદારી રાખીને કેમ્પ હનુમાન મંદિર ટ્રસ્ટ ભક્તો માટે તત્કાલ ધોરણે મંદિર ખોલે એવો ચેરિટી કમિશનરે આદેશ કર્યો છે. મંદિર ખોલવા મામલે વિવાદો થતાં ટ્રસ્ટીએ પણ રાજીનામું આપ્યું હતું.

મંદિર ખોલવા ભક્તોએ વિરોધપ્રદર્શન કર્યું ત્યારની તસવીર.
મંદિર ખોલવા ભક્તોએ વિરોધપ્રદર્શન કર્યું ત્યારની તસવીર.

બે મહિના પહેલાં મંદિર ખોલવા માટે દર્શનાર્થીઓએ વિરોધપ્રદર્શન કર્યું હતું
બે મહિના પહેલાં કેમ્પ હનુમાન મંદિર ખોલવા માટે દર્શનાર્થીઓએ બેનર સાથે વિરોધપ્રદર્શન યોજ્યું હતું. હનુમાન મંદિરને ખોલવામાં આવે તેવી ભક્તોની માગ હતી. આ મામલે કેમ્પ હનુમાન મંદિર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે જુલાઈ અને સપ્ટેમ્બરના અંતમાં મંદિર શરૂ કરવાનું હતું, પરંતુ આર્મીના વહીવટી કમાન્ડર તરફથી મંદિર વધુ સમય માટે બંધ રાખવા માટે કહેવામાં આવતાં મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. શહેરમાં કોરોનાના કેસો ખૂબ જ હોવાથી જનતા અને જવાનોની સુરક્ષાને લઈ મંદિર બંધ કરવા આવ્યું હતું.

મંદિર ન ખોલાતાં ટ્રસ્ટી સુધીર નાણાવટીએ રાજીનામું આપ્યું હતું
20 દિવસ પહેલાં કેમ્પ હનુમાન મંદિર 22 માર્ચ પછી નહીં ખોલવામાં આવતાં થયેલા વિવાદથી ટ્રસ્ટી સુધીર નાણાવટીએ રાજીનામું આપ્યું હતું. 12 સંસ્થાએ ચેરિટી કમિશનરને મંદિર ખોલવા લેખિત રજૂઆત કરી હતી. આ દરમિયાન કેમ્પ હનુમાન ટ્રસ્ટી પાર્થિવ અધ્વર્યુએ કહ્યું હતું કે મંદિર કેન્ટોન્મેન્ટ વિસ્તારમાં હોવાથી આર્મી મંજૂરી આપતું નથી. વધુમાં, મંદિર પાછળ કોવિડ કેર સેન્ટર છે. આ સંજોગોમાં ભક્તોના ધસારાથી કોરોનાનો ચેપ વધી શકે છે. કાળીચૌદશે હવન માટે આર્મીની મંજૂરી માગી છે પણ ભક્તોને પ્રવેશ નહીં અપાય. સુધીર નાણાવટી પાસે કેસનો વધુ ભરાવો હોવાથી ટ્રસ્ટની મીટિંગ માટે સમય આપી શકતા નથી માટે રાજીનામું આપ્યું છે. જ્યારે પૂજારી-કમ-ટ્રસ્ટી અતુલ શર્માએ કહ્યું હતું કે કોવિડની શરતોનું પાલન કરી મંદિર ખોલવા આર્મીએ મંજૂરી આપી છે. નાણાવટીએ અંગત કારણોથી રાજીનામું આપ્યું છે.

કેમ્પ હનુમાન મંદિરે શનિવારે ભીડ ઊમટે છે
કેમ્પ હનુમાન મંદિર શહેરનું ખૂબ જ પ્રખ્યાત મંદિર છે. દર શનિવારે ભક્તોની મોટી ભીડ લાગતી હોય છે, પરંતુ કોરોનાને કારણે સરકારના આદેશ બાદ મંદિર બંધ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ભક્તો આ મંદિર ખૂલે તેની રાહ જોઈ રહ્યા હતા. ભક્તોની માગણી હતી કે રાજ્યનાં તમામ મંદિર ખૂલી ગયાં હોવા છતાં તેમના આસ્થાના કેન્દ્ર સમા આ મંદિરને પણ ખોલવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો