તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફળ સારવાર:અમદાવાદમાં ત્રણ વર્ષ અને 14 કિલો વજનની બાળકીના પેટમાંથી 3.1 કિલો વજનની વિશ્વની સૌથી મોટી કેન્સર ટ્યૂમર દૂર કરાઈ

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • વિશ્વમાં અગાઉ હોર્શ શૂ તરીકે ઓળખાતી સૌથી મોટી 2.2. કિલોની ગાંઠ દૂર કરાઈ હતી

કેન્સર સર્જન ડો. નીતિન સિંઘલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, કેન્સર સર્જન તરીકેની મારી 10 વર્ષની કારકિર્દીમાં આ પ્રથમ કેસ હતો, જેમાં 14 કિલો વજનની 3 વર્ષની બાળકીમાં જ્વલ્લે જોવા મળતી કિડનીના કેન્સર(વિલ્મ્સ ટ્યૂમર)ની ગાંઠ હોવા સાથે બંને કિડની એક છેડેથી એકબીજા સાથે જોડાયેલી હતી, જેને તબીબી ભાષામાં હોર્શ શું કહે છે. બાળકીની કિડની સાથે 3.1 કિલો વજનની વિશ્વની સૌથી મોટી વિલ્મ્સ ટ્યૂમર(3.1 કિલો)હતી.

આવાં કેસમાં બાળક મોટું હોય તો પહેલા કીમોથેરાપી આપીને સર્જરી કરાય, પરંતુ અમે સર્જરીમાં નાની ભૂલ પણ કરવા માગતા ન હોવાથી હોસ્પિટલના ડોક્ટરોનું બોર્ડ બનાવી મેડિકલ પેપર્સ સ્ટડી કર્યા હતા. મારી સાથે એનેસ્થેટિસ્ટ ડો.અંકિત ચૌહાણ અને પીડિયાટ્રિક સર્જન ડો. કિર્તી પ્રજાપતિએ છ કલાકની સફળ સર્જરી કરીને 3.1 કિલોની ટ્યૂમર કાઢી હતી.જો કે 3 મહિના બાદ બાળકીનું પેટ સ્કેન કરાતાં, ફરી ટ્યૂમર દેખાઈ હતી. (સમીર રાજપૂત સાથેની વાતચીતને આધારે)

ટ્યૂમર મોટી હોવાથી શ્વાસમાં તકલીફ
અમદાવાદની સવા ત્રણ વર્ષની બાળકીનું પેટ ફૂલી ગયા બાદ અઠવાડિયામાં ડૂંટીનો ભાગ બહાર આવી જતાં પીડિયાટ્રિશિયન ડો.પુષ્કર શ્રીવાસ્તવ અને પીડિયાટ્રિક ઓન્કોલોજીસ્ટ ડો. હેમંત મેઘાણીએ બાળકીને રેરેસ્ટ ઓફ ધ રેર વિલ્મ્સ ટ્યુમરનું નિદાન કર્યું હતું. ટ્યૂમરે પેટને આવરી લીધું હોવાથી પેઢાં પર દબાણને લીધે બાળકી શ્વાસ લઇ શકતી ન હોવાથી સીધી સૂઇ પણ શકતી નથી.

હોર્શ શૂ કિડની-વિલ્મ્સ ટ્યૂમર શું છે?
બંને કિડનીના છેડા એકબીજા સાથે જોડાયેલા હોય તેને તબીબી ભાષમાં ‘હોર્શ શૂ’ કિડની કહે છે. 3થી વર્ષના બાળકોની એક કિડનીમાં થતી ટ્યૂમરને વિલ્મ્સ ટ્યૂમર અને નેફ્રોબ્લાસ્ટોમાં પણ કહે છે. જો કે, ‘હોર્શ શૂ’ કિડની સાથે વિલ્મ્સ ટ્યૂમર રેર જોવા મળે છે.

નાની ભૂલ થાય તો મોતનું જોખમ હતું
3.1 કિલોની ટ્યૂમર આંતરડા,લોહીની મુખ્ય નળી સાથે ચોંટેલી હોવાથી બાળકીને બેભાન કર્યા બાદ ટ્યૂમર બહાર ન નીકળે અને બાયોપ્સી દરમિયાન વધુ પડતા રક્તસ્ત્રાવથી, એનેસ્થેસિયા બાદ ઓપરેશન ટેબલ પર બાળકીનું મોત થવાનું જોખમ હતું. સર્જરીમાં ગાંઠ ફાટી જાય તો રેડિયેશન આપવું પડે, જેમાં આંતરડા, રક્તવાહિની અને અન્ય અંગોના કેન્સરનું જોખમ રહે છે.