સ્થાનિકોનો આક્ષેપ:શેલામાં ડ્રેેનેજલાઇનનું કામ રજૂઆતો છતાં પૂરું થતું નથી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટ કેસના ઉકેલ પછી કામ થશે: અધિકારીઓ

શેેલાગામમાં ક્લબ ઓસેવન પાસેની સાકાર કાઉન્ટી સોસાયટીનો ડ્રેનેજલાઇનનો વિવાદ વિધાનસભા સુધી પહોંચ્યો હોવા છતાં ઔડા કામ કરતું નથી તેવો સ્થાનિક રહીશો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

સાકાર કાઉન્ટી સોસાયટીના લોકોએ કોર્ટ કેસના નિવારણ માટે એફિડેવિટ કરીને આપી દીધી હોવા છતાં તંત્ર સોસાયટી પ્રત્યે અણગમો રાખી અધરું કામ પૂરું કરતું નથી. ઔડાના અધિકારીઓ કહ્યું કે, કોર્ટ કેસનો ઉકેલ આવે ત્યારબાદ કામ થશે. સાકાર કાઉન્ટી સોસાયટીના સેક્રેટરી નટુ પટેલે કહ્યું કે, ઔડાએ બે વર્ષ પહેલા ડ્રેનેજ લાઇન નાખી હતી. અમારી સોસાયટી અને ઔડા વચ્ચે જગ્યાનો વિવાદ થતાં અમારા તરફથી મામલો કોર્ટમાં લઇ જવાયો હતો, જેથી ઔડાએ કામ અધૂરું મૂકી દીધું હતું. હવે સોસાયટી 10 મીટરની જગ્યા આપવા તૈયાર છે. કોર્ટ કેસ માટે એફિડેવિટ પણ કરી દીધી છે છતાં ઔડાના સત્તાધીશો કિન્નાખોરી રાખી કામ કરતા નથી. હાલ ખુલ્લી ડ્રેનેજમાંથી પાણી બહાર આવે છે. ઔડાના અધિકારીઓ આ બાબતને ધ્યાનમાં લેતા નથી. ઔડાના અધિકારીએ કહ્યું કે, ડ્રેનેજ લાઇનનું કામ પૂરું કરવા 30 મીટર જગ્યા જોઇએ. કોર્ટ કેસનું નિવારણ આવી ગયા બાદ કામ શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...