AAPના કાર્યાલય પર હંગામો:મહિલાઓને ખબર જ ન હતી કે વિરોધ શેનો કરવાનો છે, ઉમેદવાર બદલવાની જગ્યાએ ગટર અને પાણીની ફરિયાદ કરી

અમદાવાદ21 દિવસ પહેલા

દરિયાપુરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કરાતા અન્ય દાવેદાર પાર્ટીના કાર્યાલય પર વિરોધ કરવા આવ્યા હતા. તેઓ પોતાની સાથે સ્થાનિક મહિલાઓને લઈને આવ્યા હતા. આ મહિલાઓ આમ આદમીની કાર્યકર હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો. પરંતુ મહિલાઓને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તે કોના માટે આવ્યા છે. તથા શા માટે આવ્યા છે તે જ ખબર નહોતી. એક મહિલાએ તો કહ્યું કે અમે ગટર લાઇન અને પાણીની સમસ્યા માટે આમ આદમી પાર્ટીની ઓફીસ આવ્યા છીએ.

નવરંગપુરામાં આમ આદમી પાર્ટીની ઓફિસે હલ્લાબોલ
દરિયાપુર વિધાનસભામાં આમ આદમી પાર્ટીએ તાજ કુરેશીને ટીકીટ આપી છે. જ્યારે રોહિત પટેલ નામના દાવેદારે પણ દાવેદારી કરી હતી. રોહિત પટેલને ટીકીટ નહીં આપતા તેઓ આજે આમ આદમી પાર્ટીના નવરંગપુરા ખાતેના કાર્યાલય પર વિરોધ કરવા આવ્યા હતા. રોહિત પટેલ સાથે સ્થાનિક મહિલાઓ પણ આવી હતી. આ મહિલાઓને રિક્ષામાં લાવવામાં આવી હતી.મહિલાઓ નારા લગાવતી આમ આદમી પાર્ટીની ઓફીસ સુધી આવી હતી.

વિરોધ કરવા આવેલી મહિલાઓને મુળ મુદ્દો જ ખબર નહોતો
વિરોધ કરવા આવેલી માહિલાઓને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે શા માટે આવ્યા છો ત્યારે એક મહિલાએ જણાવ્યું કે ખબર નહિ બીજા બહેનને પૂછો ત્યારબાદ મહિલાએ કહ્યું કે ઉમેદવાર બદલવા આવ્યાં છીએ. પરંતુ અત્યારે ઉમેદવાર કોણ છે અને ક્યાં ઉમેદવારને ઉભા રાખવા તે નથી ખબર.એક મહિલાએ રોહિત પટેલ નામ બોલતા તે મહિલાએ રોહિત પટેલનું નામ આપ્યું. અન્ય એક મહિલાએ પૂછવામાં આવ્યું કે તમે શા માટે આવ્યા તો મહિલાએ કહ્યું ઇન્દિરાનગર છાપરમાંથી આવ્યા છીએ. ઘર લેવું છે,પાણીની સુવિધા અને ગટર લાઇન ભરાઈ જાય છે તથા સરકારી સંડાસ જોઈએ છે માટે અમે આમ આદમી પાર્ટીની ઓફીસ આવ્યા છીએ. પાયલબેન અમને લાવ્યા છે અમારે ગટર લાઇન અને પાણી જોઈએ છે.

અમદાવાદના નિકોલમાં જગદીશ પંચાલનો વિરોધ
ભાજપે અમદાવાદની નિકોલ બેઠક પરથી જગદીશ પંચાલ ને ટિકિટ આપી છે. જગદીશ પંચાલ સરકારના મંત્રી પણ છે અને ફરીથી ટિકિટ આપતા નિકોલ વિસ્તારમાં જ જગદીશ પંચાલનો વિરોધમાં કટાક્ષ કરતાં બેનરો લાગ્યા છે. જેમાં જનતાને મળવું હોય તો આ મહિનો જ મળી લેજો બાકી પાંચ વર્ષે આગામી ચૂંટણીમાં મળીશું. નિકોલ વિધાનસભા વિસ્તારમાં જ ભાજપના ઉમેદવાર જગદીશ પંચાલના વિરોધમાં બેનર લગાવવામાં આવ્યા છે.આ બેનરમાં લખવામાં આવ્યું છે કે જગદીશ પંચાલની ટીકીટ નક્કી છે.હવે આગામી મુખ્યમંત્રી પણ હું જ બનવાનો છું.આખા ગુજરાતમાં હું કહીશ એમ જ થશે.હવે જનતાને મળવું હોય તો આટલો મહિનો મળી લેજો બાકી પાંચ વર્ષે આગામી ચૂંટણીમાં મળીશું.

અન્ય સમાચારો પણ છે...