અમદાવાદમાં ચેઇન સ્નેચર્સનો આતંક:24 કલાકમાં 5 જુદા જુદા વિસ્તારમાંથી મહિલાનાં મંગળસૂત્ર, ચેઈન ખેંચાયાં

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • બજારમાં ખરીદી માટે લોકોની ભીડ જામતા ચેઈન સ્નેચરો એક્ટિવ થયા
  • વાડજ, બાપુનગર, અમરાઈવાડી, દાણીલીમડા અને વસ્ત્રાલમાં ઘટના બની

તહેવારો શરૂ થતાની સાથે જ શહેરમાં ચોર-લૂંટારુ પણ સક્રિય થઇ ગયા છે. દિવાળીના તહેવાર શરુ થવાને હજુ 10 દિવસ જ બાકી રહ્યા છે, ત્યારે ચેઈન સ્નેચરો ફરી વખત બેફામ બન્યા છે. છેલ્લા 24 જ કલાકમાં અલગ અલગ વિસ્તારમાં ચેઈન સ્નેચરો 5 મહિલાના ગળામાંથી સોનાના મંગળસૂત્ર અને દોરા તોડીને ફરાર થઇ ગયા હતા. વાડજ, બાપુનગર, અમરાઇવાડી, દાણીલીમડા અને વસ્ત્રાલમાં ચેઇન સ્નેચિંગની ઘટનાઓ નોંધાઈ છે.

કિસ્સો 1ઃ હરિઓમ એપાર્ટમેન્ટમાં રહેતા આશિષ ભરવાડ(21) 17 ઓકટોબરે રાતે 8.30 વાગ્યે પત્ની સાથે બાઈક પર શાહીબાગ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે 2 સ્નેચર્સ પ્રિયંકાબેનના ગળામાંથી રૂ.90 હજારની કિંમતનું મંગળસૂત્ર તોડીને ફરાર થઈ ગયા હતા.

કિસ્સો 2ઃ બાપુનગરમાં રહેતા કૈલાસબહેન ગાંધી(38) સાંજે 7.30 વાગ્યે ચિમનભાઈ બ્રિજ તરફ જઈ રહ્યા હતા, ત્યારે બાઈક ઉપર આવેલા 2 સ્નેચર કૈલાસબેહનના ગળામાંથી રૂ.80 હજારની કિંમતનું સોનાનું મંગળસૂત્ર તોડીને ફરાર થઇ ગયા હતા.

કિસ્સો 3ઃ અમરાઈવાડી શંકરનગરમાં રહેતા સરસ્વતીબહેન(50) રામોલ મુરલીધર સોસાયટીના ગેટ પાસેથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે એકટિવા ઉપર આવેલો એક સ્નેચરે સરસ્વતીબહેનના ગળામાંથી રૂ.90 હજારની કિંમતનું સોનાનું મંગળસૂત્ર તોડીને ફરાર થઇ ગયો હતો.

કિસ્સો 4ઃ જિલ્લાના કમોડ ગામમાં રહેતા જીવુબહેન ભરવાડ(50) દાણીલીમડા ક્રિષ્ટન કબ્રસ્તાન સામેથી પીરાણા રોડ તરફ જઈ રહ્યાં હતાં, ત્યારે બાઈક ઉપર આવેલો એક સ્નેચર તેમના ગળામાંથી રૂ.50 હજારની કિંમતનો સોનાનો દોરો તોડીને ફરાર થઇ ગયો હતો.

કિસ્સો 5ઃ વસ્ત્રાલને કેનસાસ કાઉન્ટી બંગલોઝમાં રહેતા ચંદ્રભાણ ગુપ્તા(50) પત્ની સાથે મોપેડ પર સુરેલિયા રોડથી વંડર પોઈન્ટ તરફ જઇ રહ્યા હતા, ત્યારે 2 સ્નેચર તેમના પત્નીના ગળામાંથી રૂ.60 હજારની કિંમતનો સોનાનો દોરો તોડીને ફરાર થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...