હનીટ્રેપ કેસ:મુખ્ય ભૂમિકા ભજવનાર મહિલાની ધરપકડ, અગાઉ PI સહિત 5ની ધરપકડ થઈ હતી

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્કમક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્કમક તસવીર
  • ભોગ બનનારને ધમકાવી પૈસા પડાવતી હતી

શહેર ક્રાઈમ બ્રાંચે મહિલા પોલીસ સ્ટેશન (પૂર્વ)ના હનીટ્રેપ કેસમાં વધુ એક મહિલાની ધરપકડ કરાઈ હતી. આરોપીએ હનીટ્રેપમાં ફસાયેલા લોકો અને પોલીસ અધિકારી વચ્ચે પૈસાની લેવડદેવડ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનુ તપાસમાં ખુલતા તેની પણ ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તાજેતરમાં હની ટ્રેપનો પર્દાફાશ કર્યો હતો. જેમાં મહિલા પોલીસ સ્ટેશન (પૂર્વ)ના તત્કાલિન પોલીસ ઈન્સપેકટર ગીતાબેન પઠાણ અન્ય આરોપીઓ જીતેન્દ્ર નાથાલાલ મોદી, બિપીન શનાભાઈ પરમાર, ઉન્નિત ઉર્ફે રાધિકા રાજપૂત અને જાનવી ઉર્ફે જીનલ પઢીયારની સાથે મળીને લોકોને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવતા હતા.જેમાં જીતેન્દ્ર તેની સાથેની અન્ય યુવતીઓ દ્રારા લોકોનો સોશીયલ મીડીયા થકી સંપર્ક કરી એકાંત સ્થળે બોલાવી મુલાકાત કરાવતો હતો. ત્યારબાદ મહિલા પોલીસ સ્ટેશન (પૂર્વ)માં દુષ્કર્મની અરજી કરવામાં આવતી જેમાં પોલીસ ખુદ તેમને સમાધાન કરવાનુ કહેતી અને જે પૈસા મળે તેમાંથી પોલીસ ભાગ પડાવતી હતી.

આ હનીટ્રેપ કેસમાં ફસાયેલા લોકોનો સંપર્ક કરી તેમને સમાધાન નહીં કરો તો બળાત્કારના ગંભીર ગુનામાં ફીટ કરાવી દેવાની ધમકી આપી સામેવાળા પાસેથી માતબર રકમનો તોડ કરવાની કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવનાર અમરબેન ઉર્ફે અમર મોહનભાઈ સોલંકી(ઉં.34, રહે. લક્ષ્મી નિવાસ ફલેટ, નારોલ)ની સોમવારે ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...