તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:રિક્ષા પાર્ક કરવા મુદ્દે મહિલાને ધારિયું મારી પથ્થરમારો કરાયો

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મેઘાણીનગરમાં હુમલો કરનારા સાત લોકો સામે ફરિયાદ

મેઘાણીનગરમાં આવેલી ચાલીના નાકે અડચણ પેદા થાય તેવી રીતે રિક્ષા પાર્ક કરવાના મુદ્દે થયેલી બોલાચાલીની અદાવત રાખી મહિલાને આંગળી પર ધારિયું મારી પથ્થરમારો કરનાર સાત લોકો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મેઘાણીનગરમાં અમર પાર્કની પહેલીવાળી લાઈનમાં 30 વર્ષીય ભાવનાબેન વાઘેલા રહે છે. તેમણે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં આરોપી નિકુલ તેલુગુ, રમેશ તેલુગુ, રોહિત તેલુગુ, ચિકુ પરમાર, શકંુતલા રાણા, પિન્કી તેલુગુ અને કાલુ મરાઠી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જે મુજબ ૩ ડિસેમ્બરે ભાવનાબેનની ચાલીના નાકે બાજુમાં આવેલ શંકર જમાદાર ચાલીમાં રહેતા નિકુલ તેલુગુએ તેની રિક્ષા લોકોને અડચણ થાય તેવી રીતે મૂકી હતી.

આથી ચાલીના લોકોએ નિકુલને રિક્ષા વ્યવસ્થિત પાર્ક કરવા કહ્યું હતું. ઉશ્કેરાઈ ગયેલા નિકુલે ધમકી આપી હતી કે, રિક્ષા અહીંયાં જ પાર્ક કરીશ, જેનાથી જે થાય તે કરી લો. આ બનાવની અદાવત રાખીને નિકુલ સહિતના લોકો પાંચમી ડિસેમ્બરે રાત્રે 9 વાગે આવ્યા હતા અને જોર જોરથી બિભત્સ ગાળો બોલતા હતા.

આ દરમિયાન આરોપી નિકુલ તેલુગુ હાથમાં ધારિયું લઈને ભાવનાબેનને મારતા તેમના જમણા હાથની આંગળી પર વાગ્યું હતું અને અન્ય લોકોએ ચાલી પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટના અંગે પોલીસને જાણ કરતાં આરોપીઓ ભાગી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો