તસ્કરી:મહિલા પોલીસ સ્ટેશનની બહારથી કોન્સ્ટેબલનું સ્કૂટર ચોર લઈ ગયા, સ્કુટરમાં પોલીસનો યુનિફોર્મ, RC બુક અને કેપ હતી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ પોલીસ સ્ટેશનની સામેથી ચોરે કોન્સ્ટેબલનું બાઇક ચોર્યું હતું - Divya Bhaskar
આ પોલીસ સ્ટેશનની સામેથી ચોરે કોન્સ્ટેબલનું બાઇક ચોર્યું હતું

શહેરમાં હવે વાહનચોરો પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ પોલીસ સ્ટેશનની બહાર પણ પાર્ક કરેલા વાહનની પણ ચોરી કરી રહ્યા છે. એલિસબ્રિજ પોલીસ સ્ટેશન બહારથી બાઇકની ચોરીનો બનાવ બનાવ બાદ IIM પાસે આવેલા પશ્વિમ મહિલા પોલીસ સ્ટેશન બહારથી કોન્સ્ટેબલના સ્કૂટરની ચોરીનો બનાવ સામે આવ્યો છે.

સીસીટીવીમાં જગ્યા કવર નહોતી થતી એટલે ચોર ના દેખાયો
પશ્વિમ મહિલા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સાદિક મોહમ્મદ ગુલઝારખાન પઠાણ 19મી સપ્ટેમ્બરના રોજ સવારે ફરજ પર આવ્યા હતા. સ્કૂટર મહિલા પોલીસ સ્ટેશનના ફૂટપાથ પર પાર્ક કર્યું હતું. જો કે, બપોરે જમવાના સમયે ટિફિન લેવા માટે બહાર આવતા તેમનું સ્કૂટર જોવા મળ્યું ન હતું. તેઓએ સીસીટીવી ફૂટેજ પણ તપસ્યા હતા. પરંતુ તેમણે જે જગ્યાએ સ્કૂટર પાર્ક કર્યું હતું, તે જગ્યા સીસીટીવીમાં કવર થતી ન હોવાથી કોઈ હકીકત જાણવા મળી ન હતી. જ્યારે આસપાસમાં ટોઈંગ સ્ટેશન પર પણ તપાસ કરતા સ્કૂટર મળી આવ્યું ન હતું. જે બાદમાં તેઓએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ સ્કૂટર ચોરીની ફરિયાદ દાખલ કરાવી છે.

પોલીસની વસ્તુઓ સાથે સ્કૂટર ચોર્યું
ચોરાયેલા સ્કૂટરમાં પોલીસનો ડ્રેસ, નેમપ્લેટ, કેપ, બેલ્ટ, આર.સી.બુક, પોલીસ વેલ્ડરની બુક અને ટિફિન હતું. આ વસ્તુઓનો કોઈ દુરુપયોગ ન થાય તે માટે પોલીસ કોન્સ્ટેબલે તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ નોંધાવતા સેટેલાઈટ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...