તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેસ્ક્યુ:પતિ સાથે ઝઘડો થતાં મહિલા સાબરમતી નદીમાં કૂદી, ફાયરબ્રિગેડની ટીમે બચાવી

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવાનને બચાવવા ગયેલી ટીમને કોલ મળ્યો

પતિના ત્રાસથી કંટાળીને રિવરફ્રન્ટ પરથી સાબરમતી નદીમાં પડતું મૂકીને આઈશાએ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટનાને 3 દિવસ થયા છે, ત્યારે પતિથી ત્રાસીને વધુ એક મહિલાએ નદીમાં પડતું મૂકી દીધું હતું. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ સ્પીડ બોટ લઈને અટલ ઘાટ પહોંચી હતી અને મહિલાને બચાવી લીધી હતી. આ મહિલાની માનસિક સ્થિતિ સારી ન હતી. દરમિયાનમાં પતિ સાથે ઝઘડો થતા મનમાં લાગી આવતા નદીમાં પડતું મૂકી દીધું હતું.

વોક વેથી ઉસ્માનપુરા ગાર્ડન તરફના નદીના પટમાં સોમવારે બપોરે એક યુવકેે પડતું મૂકી દીધું હતું. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ સ્પીડ બોટ લઈને ત્યાં પહોંચી હતી અને યુવકને હેમખેમ બહાર કાઢી રહી હતી ત્યારે જ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમ દ્વારા બીજો મેસેજ મળ્યો હતો કે અટલ ઘાટ ખાતે સાબરમતી નદીમાં એક મહિલાએ પડતું મૂકી દીધું છે. નદીમાં તરફડિયા મારી રહેલી મહિલાને બચાવી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસને સોંપી હતી. જ્યાં મહિલા પોલીસે મહિલાની પૂછપરછ કરતા તે રાયપુરમાં રહેતા સપનાબહેન (ઉં. 34) હોવાનું જાણવા મળ્યું હતું. (મહિલાનું નામ બદલ્યું છે.)

અન્ય સમાચારો પણ છે...