માતાની કમિશનરને રજૂઆત:પિતા પાસેથી દીકરીને મેળવવા રાયખડની મહિલાએ વેજલપુર પોલીસમાં પણ ફરિયાદ કરી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાયકવાડ હવેલીમાં રહેતી યુવતીનો પતિ તેની 9 વર્ષની દીકરીને લઈને ક્યાંક ચાલ્યો ગયો હોવાની ફરિયાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જોકે ફરિયાદ નોંધાયા બાદ પતિ-સાસરિયાં ઘર બંધ કરીને ક્યાંક ચાલ્યા ગયા હતા. આ મામલે યુવતીએ શહેર પોલીસ કમિશનરને અરજી કરી તેની દીકરીનો કબજો મેળવવા માગણી કરી છે.

રાયખડની ખાલીદાબાનુ પઠાણે વેજલપુર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, ખાલીદાબાનુના લગ્ન 2011માં જુહાપુરાના ફરહાનખાન પઠાણ સાથે થયા હતા. દરમિયાન તેમને દીકરીને જન્મ આપ્યો હતો. લગ્ન બાદ પતિ પતિ દારૂ પીને માર મારતો, સાસુ હફીસાબાનુ પણ પુત્રનું ઉપરાણું લઈને ત્રાસ આપતા હતા. કંટાળીને એક વર્ષથી ખાલીદાબાનુ પિયર રહેતા હતા.

12 ઓક્ટોબરે ફરહાને પત્નીને બાળકી સાથે જુહાપુરા ભજિયા હાઉસ પાસે બોલાવી, જ્યાં ખાવાનું અપાવવાને બહાને ફરહાન દીકરીને લઈને જતો રહ્યો હતો. ખાલીદાએ ફોન કરતાં તેણે ફોન ઉપાડ્યો નહોતો. સાસરિયે જતાં ઘરે તાળંુ હતું. દીકરીની ભાળ ન મળતા ખાલીદાએ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને અરજી કરી ન્યાયની માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...