તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ઘરમાં સાફસફાઈ વખતે ફાઇબરનો શેડ પડતાં મહિલાનું મોત નીપજ્યું

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઘાટલોડિયા સોલા રોડ પર રઘુકુળ એપાર્ટમેન્ટમાં રહેતાં હેમાંગીનીબહેન પટેલ (ઉં. 56) 17 ફેબ્રુઆરીએ સાંજે ઘરમાં સાફસફાઈ કરી રહ્યાં હતાં ત્યારે ફાઇબરનો શેડ તૂટી પડતાં તેઓ જમીન પર પટકાયાં હતાં, જેથી માથા તેમ જ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ થવાથી તેમને સારવાર માટે તેમને સિવિલ લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન 28 ફેબ્રુઆરીએ બપોરે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે ઘાટલોડિયા પોલીસે અકસ્માતે મોત નોંધી છે.

અન્ય સમાચારો પણ છે...