તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્પ્રેરણા:મહિલાએ પૈસા માટે ત્રાસ આપતા સાસરિયાંથી કંટાળીને ફાંસો ખાધો

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ‘તું કંઈ પણ કર, અમને પૈસાથી મતલબ’ કહી હેરાન કરતાં હતાં
 • વાસણા પોલીસમાં પતિ, સાસુ, સસરા સામે દુષ્પ્રેરણાની ફરિયાદ

ન્યૂ વાસણામાં પૈસા લાવવા દબાણ કરતા પતિ, સાસુ, સસરાના ત્રાસથી કંટાળી પરિણીતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ અંગે પોલીસે પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.

ન્યૂ વાસણાના રાજયસ્વ રિવેન્ટામાં રહેતા હર્ષદ કોટક (60) આર્મીના સિવિલ ડિપાર્ટમેન્ટમાંથી નિવૃત્ત થયા છે. તેમની દીકરી ઝંખનાના લગ્ન 2019માં પાલડીના સિગ્મા સ્પર્શમાં રહેતા વરુણ પૂજારા સાથે થયા હતા. ઝંખનાએ લગ્ન બાદ પણ નોકરી ચાલુ જ રાખી હતી. લગ્નના 3 મહિના બાદ જ ઝંખનાને ઘરકામ તેમ જ નાની-નાની બાબતે ત્રાસ આપી મારઝૂડ કરતા હતા. તેનો પૂરો પગાર પણ લઈ લેતા હતા. જ્યારે ઝંખના નોકરી છોડવાની વાત કરતી ત્યારે પતિ, સાસુ, સસરા તેને કહેતા કે તારે નોકરી તો કરવાની જ છે, તું નોકરી કર, બિઝનેસ કર કે વિદેશ જા, અમારે પૈસા જોઈએ.

ઝંખનાને તેના પિતા પાસેથી પૈસા લઈ આવવા પણ દબાણ કરતા હોવાથી તેના પિતાએ ટુકડે ટુકડે રૂ.1.50 લાખ આપ્યા હતા. વારંવારના ઝઘડાથી તંગ આવીને ઝંખના પિયર જતી રહી હતી. દરમિયાન 20 જાન્યુઆરીએ સાંજે ઝંખનાએ પંખા સાથે દુપટ્ટો બાંધી લટકી આપઘાત કર્યો હતો. આ અંગે ઝંખનાના પિતાએ ઝંખનાના પતિ, સાસુ સ્મિતાબેન અને સસરા ચંદ્રકાંતભાઈ વિરુદ્ધ વાસણા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો