તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતી પત્નીએ ઓફિસમાં ફોન કરતાં પતિના પરસ્ત્રી સાથેના સંબંધનો ભાંડો ફૂટ્યો

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આપઘાતનું વિચારતા પહેલાં 181ની મદદ લીધી, પતિએ માફી માગી

શહેરના પોશ વિસ્તારમાં રહેતા પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધોની જાણ થતાં પત્નીએ આત્મહત્યાનો નિર્ણય કર્યો હતો. જોકે તે પહેલાં મહિલા હેલ્પલાઈનના કાઉન્સેલિંગ બાદ પતિએ ભૂલ સ્વીકારી પત્નીની માફી માગી પરસ્ત્રી સાથેના સંબંધોનો અંત લાવતા મામલો થાળે પડ્યો હતો. શહેરના પોશ વિસ્તારમાં રહેતા એક પરિવારમાં એક દિવસ પતિ ‘ઘરેથી ઓફિસમાં કામ છે’ તેમ કહીને નીકળ્યો ત્યારે પત્નીને શંકા થતા ઓફિસમાં ફોન કર્યો ત્યારે પતિ ઓફિસમાં ન આવ્યા હોવાનું જાણાતાં પત્નીએ તપાસ કરી ત્યારે પતિ પરસ્ત્રી સાથે રંગરેલિયા મનાવતો હોવાનું સામે આવ્યું હતું.

પતિનો પરસ્ત્રી સાથે અફેર હોવાની જાણ થતા પત્ની ડિપ્રેશનમાં આવી સુસાઈડ કરવા પહોંચી હતી. જોકે તે પહેલાં તેણે 181ની ટીમને ફોન કર્યો હોવાથી ટીમે મહિલા અને તેના પતિ સાથે કાઉન્સેલિંગ કર્યું હતું. ત્યાર બાદ પતિને પોતાની ભૂલ સમજાવતા પત્ની સાથે માફી મગાવી મામલો થાળે પાડ્યો હતો. આ ઉપરાંત પતિએ પણ પરસ્ત્રી સાથેના સબંધોનો અંત લાવી દેવાની બાંહેધરી આપી હતી.

ડિપ્રેશનમાં આવી જતાં આપઘાતનો વિચાર કર્યો
પતિને પરસ્ત્રી સાથે સંબંધો હોવાનું જાણ્યા બાદ ડિપ્રેશનમાં આવેલી પત્નીને લાગ્યું કે હવે તો જીવવું જ નથી. જોકે તેના મગજમાં એકપળ માટે મહિલા હેલ્પલાઈનના સંપર્કનો વિચાર આવતાં તેણે આત્મહત્યાનો વિચાર ત્યજી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...