પતિ અને પત્ની વચ્ચેના ઝઘડા અવારનવાર થતા હોય છે. સામાન્ય બાબતોમાં તો ઝઘડા થતા હોય છે પરંતુ અમદાવાદમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં પતિ બેકાર છે અને 24 કલાક ઘરે રહે છે પત્ની અને ત્રણ દીકરા કમાઈ અને ઘર ચલાવે છે પત્ની જ્યારે કામ-ધંધેથી ઘરે આવે ત્યારે પતિ તેના ઉપર શંકા રાખે છે. પત્ની કામ-ધંધેથી થાકીને આવી હોય અને ત્રણેય દીકરા રાતે જાગતા હોય તો પણ તેને જબરદસ્તી શારીરિક સંબંધ બાંધવા કહે છે. દીકરાઓને પણ આ બાબતે જાણ થતાં તે માતાને પૂછે છે કે આ બધું શું છે? છેવટે મહિલાએ કંટાળી અને મહિલા હેલ્પ લાઇનનો સંપર્ક કર્યો હતો. અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે તમારે ત્રણ મોટા દીકરાઓ છે અને આ ઉંમરે આવી રીતે પત્ની અને બાળકોને હેરાન ન કરી અને સાથ આપવા માટે પતિને સમજાવ્યો હતો.
પત્ની પર વહેમ રાખી અને મોબાઈલ ચેક કરે છે મહિલા હેલ્પલાઇન 181ની ટીમને શહેરના પૂર્વ વિસ્તારમાંથી એક મહિલાનો ફોન આવ્યો હતો કે, મારા પતિ મને શારીરિક અને માનસિક ત્રાસ આપે છે જેથી મહિલા હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક મહિલાના ઘરે પહોંચી હતી મહિલાની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તેઓ ના પતિ બેકાર છે અને 24 કલાક ઘરે રહે છે તેમના 17 વર્ષના બે અને એક 15 વર્ષનો દીકરો છે. પતિ કોઈ કામ ધંધો ન કરતો હોવાથી ઘર ચલાવવા માટે ત્રણેય દીકરા અને તેઓ કામ ધંધો કરી અને ગુજરાન ચલાવે છે. પત્ની જ્યારે રાત્રે કાંધી ઘરે આવે ત્યારે પતિ તેના પર વહેમ રાખી અને તેનો મોબાઈલ ચેક કરે છે અને તેને ટોર્ચર કરે છે. આખો દિવસ કામ કરીને થાકીને રાત્રે સૂવા જાય ત્યારે જયાં સુધી બાળકો ન સૂવે ત્યાં સુધી પતિ સુવા નથી દેતા. બાળકો જાગતા હોય તો પણ શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરે છે.
બાળકો પણ સમજણ ધરાવતા હોય તેઓ આ રીતે પોતાની હરકતો અને ત્રાસને કારણે માતાને પૂછે છે કે આ બધું શું છે બાળકો પર ખરાબ અસર પડતી હોવાને લઈને તેઓએ મહિલા હેલ્પલાઇન નો સંપર્ક કરવો પડ્યો હતો. મહિલા હેલ્પલાઇનની ટીમે આ સમગ્ર બાબત જાણી અને તેમના પતિને સમજાવ્યા હતા કે, તમારે હવે બાળકો મોટા થઇ ગયા છે અને આ રીતે ઘરમાં રહી અને ઝઘડા કરતો તો બાળકો પર ખરાબ અસર પડશે. આ રીતે હેલ્પલાઇનની ટીમે સમજાવી અને મામલો થાળે પાડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.