• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In Nicole, The Wife Committed Suicide By Choking Her Husband To Death; The Girl's Mother Lodged A Complaint Of Incitement Against Her Son in law And Father in law

આપઘાત:નિકોલમાં પતિના ત્રાસથી પત્નીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી; યુવતીની માતાએ જમાઈ, સાસરિયાં વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

નિકોલમાં રહેતી મૂળ આગ્રાની યુવતીએ ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ મામલે મરનાર યુવતીની માતાએ દીકરીએ તેના પતિ અને સાસરિયાના ત્રાસથી આત્મહત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ સહિતના સાસરિયાં વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

આગ્રામાં નટરાજપુરમ કમલાનગરમાં રહેતા બબિતાબેન શર્માએ ફરિયાદ નોંધાવી છે કે, તેમની દીકરી રાનીબેન (ઉં.29) અમદાવાદમાં નોકરી કરતી હતી અને પીજીમાં રહેતી હતી. દરમિયાન તેણે લગ્નવિષયક સાઈટ પર બાયોટેડા મૂક્યો હતો, જેમાં તેની મુલાકાત નવા નરોડામાં રહેતા મયૂર ત્રિવેદીની સાથે થઈ હતી.ત્યારબાદ બંને એકબીજાને પસંદ કરતા પરિવારજનોની સંમતિથી 2017માં બંનેના લગ્ન થયાં હતાં.

લગ્નના થોડા સમય બાદ મયૂર નાની નાની વાતોમાં રાનીબેન સાથે ઝઘડો કરતો હતો. મયૂરનું ઉપરાણું લઈને તેના પરિવારના સભ્યો પણ રાનીબેન સાથે ઝઘડો કરતા હતા. આ સ્થિતિમાં બંને પરિવારથી અલગ રહેવા ગયાં હતાં. જોકે મયૂર રાનીબેન સાથે ઘરખર્ચ અને પિયરેથી પૈસા લાવવા માટે દબાણ કરી ઝઘડો કરતો હતો. દરમિયાન ગત 30મીએ રાનીબેને તેમના ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે રાનીબેનની માતાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં રાનીબેનના પતિ અને સાસરિયાંના ત્રાસથી આ ઘટના બની હોવાની ફરિયાદ નોંધાવતા નિકોલ પોલીસે પતિ અને સાસરિયાં વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બચતના 15 લાખ આપી દેવા દબાણ કર્યું હતું
મરનાર યુવતી રાનીબેનની માતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર, તેમની દીકરીએ નોકરી દરમિયાન બચત કરેલા રૂ.15 લાખની તેના પતિ દ્વારા વારંવાર માગણી કરાતી હતી અને તેના પિતા તથા ભાઈ-ભાભીને આપી દેવાની વાત કરતો હતો, જેથી આખરે કંટાળીને રાનીબેને આ રકમ દીકરાના નામે ફિક્સ ડિપોઝિટ કરવાની વાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...