તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુડ્સ ટ્રેનોનું સંચાલન:પશ્ચિમી ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોર જૂન 2022 સુધી પૂર્ણ થઈ જશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રેવાડીથી ન્યુ પાલનપુર સુધીની કામગીરી પૂર્ણ

દિલ્હીથી મુંબઈ સુધી તૈયાર થઈ રહેલા પશ્ચિમી ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોરની કામગીરી જૂન 2022 સુધી પૂર્ણ કરી દેવાશે. હાલમાં રેવાડીથી ન્યુ પાલનપુર સુધી કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે. શુક્રવારથી ન્યુ પાલનપુરથી મારવાડ, ફુલેરા થઈ રેવાડી સુધી 100 કિલોમીટરની ઝડપે ગુડ્સ ટ્રેનોનું સંચાલન શરૂ કરાશે.

વેસ્ટર્ડ ડીએફસીના અધિકારીએ ઉપરોક્ત માહિતી આપતા જણાવ્યું કે, દાદરી (દિલ્હી)થી જેએનપીટી (મુંબઈ) સુધીના વેસ્ટર્ન ડીએફસીના 1504 કિલોમીટર રૂટમાંથી 565 કિલોમીટર રૂટ ગુજરાતમાંથી પસાર થઈ રહ્યો છે. હાલ દાદરીથી ન્યુ પાલનપુર સુધીની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે. જ્યારે ન્યુ પાલનપુરથી મહેસાણા સુધી ટ્રેક નાખી દેવાયા છે. હાલમાં ઈલેક્ટ્રિફિકેશન અને સિગ્નલિંગની કામગીરી ચાલી રહી છે, જ્યારે મહેસાણાથી કલોલ સુધી ટ્રેક નાખવાની કામગીરી ચાલી રહી છે. મુંબઈ સુધીના રૂટ પર તમામ રોડ ઓવરબ્રિજ તેમજ નદી પર બ્રિજની કામગીરી પણ ચાલી રહી છે.

ડીએફસી માર્ચ-2022 સુધીમાં વડોદરા સુધીનો રૂટ તૈયાર કરી ગુડ્સ ટ્રેનોનું સંચાલન શરૂ કરી દેશે. જ્યારે જૂન - 2022 સુધી જેએનપીટી મુંબઈ સુધીની કામગીરી પણ પૂર્ણ કરી સંપૂર્ણ વેસ્ટર્ન ડીએફસી ગુડ્સ ટ્રેનોના સંચાલન માટે ખુલ્લો મુકી દેવામાં આવે તેવી શક્યતા છે.

રોલ ઓન રોલ ઓફ સર્વિસ શરૂ કરાશે
ન્યુ પાલનપુરથી રેવાડી સુધી રોલ ઓન રોલ ઓફ (રો-રો) સર્વિસ સાથે ગુડ્સ ટ્રેનો શરૂ કરાશે. રો-રો સર્વિસ માટે ન્યુ પાલનપુર સ્ટેશન પર જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...