પૂરક પરીક્ષાનું પરિણામ આવતીકાલે:બોર્ડની વેબસાઈટ પર સવારે 8 વાગ્યે જાહેર થશે ધો.12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષમ બોર્ડ દ્વારા જુલાઈ મહિનામાં પૂરક પરીક્ષા યોજવામાં આવી હતી. માર્ચ-2022માં જે વિદ્યાર્થીઓ 1 અથવા 2 વિષયમાં નાપાસ થયા હતા તે વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા યોજવામાં આવી હતી.જેમાં ધોરણ 12માં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં 50,000 થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેનું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર જાહેર થશે.

માર્ચ 2022માં ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 1 વિષયમાં નાપાસ હોય તેવા અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1 અથવા 2 વિષયમાં નાપાસ હોય તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી. રાજ્યભરમાં 50000 થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેનું પરિણામ આવતીકાલે ગુજરાત બોર્ડની વેબસાઈટ પર જાહેર થશે.

પૂરક પરીક્ષાના પરિણામ અંગે શિક્ષણમંત્રીનું ટ્વીટ.
પૂરક પરીક્ષાના પરિણામ અંગે શિક્ષણમંત્રીનું ટ્વીટ.

બે મહિના પહેલા જાહેર થયા હતા ધો.10 અને 12ના પરિણામ
ગત મે મહિનામાં ધોરણ 10ની પરીક્ષાનું 65.18 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64 ટકા અને પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા પરિણામ આવ્યું હતું. જ્યારે ધોરણ12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ આવ્યું હતું અને 12 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. તેમજ ધોરણ 12 સાયન્સનું 72 ટકા પરિણામ આવ્યું હતું. 196 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 3,306 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો હતો.

આગામી વર્ષે બોર્ડની પરીક્ષા 14 માર્ચથી શરૂ થશે
થોડા દિવસ પહેલા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું વર્ષ 2022-23નું કેલેન્ડર જાહેર થયું હતું. આ કેલેન્ડરમાં પ્રથમ સત્ર, બીજું સત્ર, પરીક્ષાની તારીખ, બોર્ડની પરીક્ષાની તારીખ,જાહેર રજાઓ સહિતની તમામ વિગતો રજૂ કરવામાં આવી હતી. જેમાં ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા આગામી 14 માર્ચથી શરૂ થશે અને 31મી માર્ચે આ પરીક્ષાઓ પૂર્ણ થશે.આ સિવાય વર્ષ દરમિયાન 80 જેટલી રજાઓ પણ રહેશે.

અન્ય સમાચારો પણ છે...