વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઠંડીમાં ઘટાડો:અમદાવાદમાં વાતાવરણ વાદળિયું રહેશે, માવઠાની વકી નથી

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ચાર દિવસ પછી ફરી ઠંડીમાં વધારાની આગાહી

સોમવારથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાનું છે, જેની અસરોથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોના મહત્તમ તાપમાનમાં વધારો થયો છે, સાથો સાથ લઘુતમ તાપમાન પણ વધતાં રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું છે.

ઠંડા પવનો ઘટતાં રાજ્યના 12 શહેરોમાં ગરમીનો પારો 29થી 31 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો. 5 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં માવઠાની શક્યતા છે. જો કે અમદાવાદમાં વાતાવરણ વાદળિયું રહેવાની શક્યતા છે. જો કે, ચાર દિવસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ ફરીથી રાજ્યમાં ઠંડીમાં વધારો થવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

અમદાવાદનું મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રી અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 4.5 ડિગ્રી અને શનિવાર કરતાં દોઢ ડિગ્રી વધીને 16.5 નોંધાયુ હતું. 7 જાન્યુઆરી સુધી અમદાવાદમાં ગરમીનું વાતાવરણ રહ્યા બાદ 8મીથી ફરી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.

12 શહેરોમાં ગરમીનો પારો વધીને 29થી 31 ડિગ્રી વચ્ચે નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં સુરત, વલસાડ અને મહુવા રાજ્યના સૌથી ગરમ અને નલિયા 10.1 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું હતું. રાજ્યના અન્ય તમામ શહેરોમાં ગરમીનો પારો 26થી 29 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...