અતિવૃષ્ટિ:નર્મદા ડેમમાંથી 10 લાખ ક્યુસેક પાણી છોડાતા ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાની જળસપાટી 29.15 ફૂટે પહોંચી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદા કાંઠાના ગામડાઓમાં પુરની સ્થિત. - Divya Bhaskar
નર્મદા કાંઠાના ગામડાઓમાં પુરની સ્થિત.

નર્મદા ડેમમાંથી 10.15 લાખ ક્યુસેક પાણી છોડાતા ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની જળ સપાટી ભયજનક કરતાં વધી 29.15 ફૂટે પહોંચી હતી. નર્મદા કાંઠાના ગામડાઓમાં પુરની સ્થિત સર્જાયી છે. નદી કિનારાના વડોદરાના 12, ભરૂચના 21 અને નર્મદા જિલ્લાના 19 મળી કુલ 52 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. રવિવારે ભરૂચ ભરૂચ, અંકલેશ્લર અને ઝઘડિયા તાલુકાના 22 ગામોના 2540 લોકોને સ્થળાંતરિત કરાયા છે.

ચાણોદ મલ્હારરાવ ઘાટમાં પાણી
ચાણોદના મલ્હારરાવ ઘાટ પર નર્મદા મંદિરના પગથીયા સુધી પાણી પહોંચ્યા છે. તો કપિલેશ્વર ઘાટ, ચક્રતીર્થ ઘાટ, ચંડિકા ઘાટ માર્કંડેશ્વર ઘાટ પાણીમાં ગરકાવ થયા છે.

કયાં કેટલો વરસાદ (ઈંચમાં)

ગીર જંગલ9
જામનગર8
સુત્રાપાડા7
દાંતા7
વિસાવદર6
માગરોળ6
રાજકોટ6
વડોદરા5
વંથલી5
મેંદરડા5
માળિયા4.5
ભાણવડ4.25
રાપર4
ગીર-ગઢડા4
કેશોદ4
બાબરા4
ઉમરગામ4
કપરાડા4
અન્ય સમાચારો પણ છે...