AMC રિક્રીએશન કમિટીના સભ્યનો આક્ષેપ:વૃક્ષો માટેનું પાણી બારોબાર હોટેલોમાં પહોંચાડી દેવાય છે, તપાસ કરવા માગ

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મહાનગરપાલિકાની ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ મહાનગરપાલિકાની ફાઇલ તસવીર
  • શહેરમાં પ્રવેશવાના 4 હાઈવે પર તમે અમદાવાદની હદમાં પ્રવેશ્યા છો તેવી કોઈ નિશાની કેમ નથી?

શહેરમાં 13 લાખ વૃક્ષો ઉગાડવાનો નિર્ધાર કરાયો છે ત્યારે રિક્રીએશન એન્ડ કલ્ચર કમિટીની મીટિંગમાં સભ્યએ જ આક્ષેપ કર્યો છે કે, વૃક્ષોને પાણી પીવડાવવા માટે જતાં ટેન્કરો તે પાણી રેસ્ટોરાંમાં ખાલી કરી આવે છે તેની તપાસ કરવામાં આવે.

બહારથી આવે તેને અમદાવાદમાં પ્રવેશવાની ખબર કેવી રીતે પડે?
​​​​​​​મ્યુનિ. રિક્રીએશન એન્ડ કલ્ચર કમિટીની પ્રથમ બેઠકમાં સભ્યોએ અધિકારીઓને પ્રશ્નો પૂછ્યા હતા. જેમાં અમદાવાદમાં 4 હાઇવેથી પ્રવેશ થાય છે તો પ્રવેશ માટે કોઇ આકર્ષક કે અમદાવાદની વિશેષ ઓળખસમા દરવાજા કે કોઇ કૃતિ કેમ લગાવાતી નથી. જેથી બહારથી આવનાર નાગરિકને ખબર પડે કે તે શહેરની હદમાં પ્રવેશ્યો છે.

ટેન્કરનું પાણી રેસ્ટોરાંમાં ભરાય છે
એક સભ્યએ અધિકારીઓને પૂછ્યું હતું કે, શહેરમાં આપણે સૌથી વધારે વૃક્ષો કયા વિસ્તારમાં વાવીએ છીએ? આ સ્થળે ટેન્કરથી પાણી પહોંચાડવાને બદલે ત્યાં જ પાણીની લાઇન નાખી દેવી જોઇએ. જેથી ત્યાં જઇને કોઇ વ્યક્તિ પાણી ચાલુ કરીને પાણી છાંટી શકે. ટેન્કરોમાં ઘણી વખત ઝાડને પાણી છાંટવા માટે મોકલેલું ટેન્કર રેસ્ટોરાંની ટાંકીઓ ભરી દેતું જોવા મળે છે, આ બાબતે તપાસ થાય તેવી માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...