અમદાવાદ / એરપોર્ટ પાસે માસ્ક પહેર્યા વગરની પોલીસે કાર ચાલકને પકડતા બબાલ, વીડિયો વાઈરલ થયો

X

  • નિયમ અનુસાર કારમાં જો એક જ વ્યક્તિ છે તો માસ્ક પહેરવું ફરજિયાત નથી
  • પોલીસે કાર ચાલક પર જાહેરનામાનો ભંગ કર્યો હોવાથી ગુનો દાખલ કરવાની વાત કરી હતી

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 01:46 PM IST

અમદાવાદ. અમદાવાદ એરપોર્ટ પાસે માસ્ક ન પહેવા પર પોલીસ તેમજ કાર ચાલક વચ્ચે બબાલનો વીડિયો સામે આવ્યો છે. નિયમ અનુસાર કારમાં જો એક જ વ્યક્તિ છે તો માસ્ક પહેરવું ફરજિયાત નથી. છતા એરપોર્ટ પાસે ઉભી રહેલી પોલીસે કાર ચાલક પર જાહેરનામાનો ભંગ કર્યો હોવાથી ગુનો દાખલ કરવાની વાત કરી હતી. જેના કારણે પોલીસ તેમજ કાર ચાલક વચ્ચે બબાલ થઈ હતી. ચાલકે સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી વાઈરલ કર્યો છે. 

વીડિયોમાં ચાલક મહિલા પોલીસને કહે છે કે, મેડમ માસ્ક તો તમે પણ નથી પહેર્યું, અને મેં તો એક જ મિનિટ માટે માસ્ક ઉતાર્યું છે તો શું થઈ ગયું. ત્યારે મહિલા પોલીસે અન્ય કર્મચારીને કાર ડિટેઇન કરવા તેમજ તેના પર જાહેરનામાનો ભંગ કરવા બદલ કેસ કરવાનું જણાવ્યું હતું. જેના કારણે કાર ચાલક અને મહિલા પોલીસ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી