તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એક ચોર વાહનોની ચોરી કરેલી બેટરી વેચવા આવ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી, જેના આધારે પોલીસે તેને 4 બેટરી સાથે ઝડપી લીધો હતો. પૂછપરછમાં તે ચોરે શહેરકોટડા પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમમાંથી જ 4 વાહનની બેટરી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
સરસપુર સિટી ગોલ્ડ સિનેમાથી હીરાવાડી ચાર રસ્તા તરફ જતા રોડ ઉપર એક યુવાન ટુ વ્હીલરની બેટરીઓ વેચવા માટે ગ્રાહક શોધી રહ્યો હતો. આ વિશે શહેરકોટડા પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે ત્યાં જઈને તપાસ કરતા સૂરજ ઉર્ફે રણજિત કાયામલ સેનાપતિ(30)(સરસપુર) મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા સૂરજ પાસેથી બાઈકની 3 અને એક્ટિવાની 1 મળીને 4 બેટરી મળી આવી હતી.
સૂરતની પૂછપરછ કરતા સૂરજે શહેરકોટડા પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમમાંથી જ 4 વાહનની બેટરી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. પોલીસ સૂરજને પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં લઈ ગઈ હતી ત્યાંથી સૂરજે જે 3 બાઈક અને 1 એક્ટિવામાંથી બેટરીની ચોરી કરી હતી તે શોધી બતાવ્યા હતા.
તમામ વાહનો ચેક કરવામાં આવ્યા
શહેરકોડા પોલીસ સ્ટેશનના પાછળ આવેલા કમ્પાઉન્ડમાં પોલીસ સ્ટેશનના મુદ્દામાલના 300 થી 400 વાહનો રાખવામાં આવ્યા છે. જો કે તે જ વાહનોમાંથી 4 વાહનની બેટરી ચોરનાર પકડાતા સફાળી જાગેલી પોલીસે મુદ્દામાલના તમામ વાહનોની બેટરી અને સ્પેરપાર્ટસ ચેક કર્યા હતા.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.