તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રાઉન્ડ રિપોર્ટ:અમદાવાદમાં વિકેન્ડમાં વેક્સિનેશન સેન્ટર પર લોકોની ભીડ ઉમટી, વેક્સિન હોવા છતાં અવ્યવસ્થાને લીધે 1-2 કલાક લાઈનમાં ઊભા રહેવું પડ્યું

અમદાવાદ3 મહિનો પહેલા
એલિસબ્રિજ ટાગોર હોલ ખાતે વેક્�
  • રવિવારે રજાના દિવસે આરામ કરી શકે એટલે નોકરિયાત લોકો શનિવારે વેક્સિન લેવા ઉમટ્યા
  • અમદાવાદમાં વેક્સિનેશન સેન્ટર બહાર લોકોની લાંબી લાઈનો જોવા મળી

રાજ્યમાં કોરોનાની ત્રીજી વેવને લઈને સરકારે તૈયારીઓ આરંભી છે જેમાં તેઓ હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા માટે વ્યવસ્થા કરી રહ્યા છે. જોકે કેટલાક નિષ્ણાત વૈજ્ઞાનિકનું કહેવું છે કે, જો 100 ટકા વેક્સિનેશન થઈ જાય તો ત્રીજી વેવ આવે તો પણ લોકો સુરક્ષિત રહેશે અને તેમનું બોડી વાઇરસ સામે ટકી રહેશે. ત્યારે હાલ સરકારે વેક્સિનેશન પર ભાર મુક્યો છે. રાજ્યમાં 1000થી વધારે વેક્સિનેશન સેન્ટર ચાલી રહ્યા છે.

લોકોને સ્પોટ રજિસ્ટ્રેશન પર વેક્સિન આપવામાં આવી રહી છે. જેથી લોકોને સરળતાથી વેક્સિન મળી રહે. ત્યારે આ વેક્સિનેશનના મહાઅભિયાનના પહેલા સપ્તાહે વેક્સિનના ડોઝ ખૂટી પડ્યા હતા. જેથી લોકોએ વેક્સિન લીધા વગર જ પાછું જવું પડ્યું હતું. જોકે 2-3 દિવસ બાદ આ અછત દૂર કરવા માટે AMC એ વેક્સિનના વધુ ડોઝની માંગણી કરી હતી.

વિકેન્ડમાં વધુ સંખ્યામાં વેક્સિન લેવા લોકો ઉમટ્યા
ત્યારે આ વિકેન્ડમાં મોટાભાગના લોકો વેક્સિન લેવા માટે ઉમટ્યા છે. તેઓનું માનવું છે કે આજે વેક્સિન લઈને 1 દિવસ આરામ કરી શકાય. પરંતુ આજે વેક્સિનનો પુરતો જથ્થો હોવા છતાં તેઓને વેક્સિનેશન સેન્ટર પર 1થી 2 કલાક લાઈનમાં ઉભું રહેવું પડયું હતું. એલિસબ્રિજના ટાગોર હોલ ખાતેના વેક્સિનેશન સેન્ટરમાં 4 વેક્સિનના કાઉન્ટરમાંથી 2 કાઉન્ટર પર જ વેક્સિન આપવામાં આવી રહી હતી. અન્ય કાઉન્ટર પર સ્ટાફ બેસી રહ્યો હતો તો બીજી તરફ બહાર લોકો વેક્સિન લેવા માટે તડકામાં લાઈન લગાવીને ઉભા હતા. આ વેક્સિનેશન સેન્ટરમાં જો અંદર પણ લોકોને ઉભા રાખે તો પણ ભીડ થવાની શક્યતા નહીંવત હતી છતાં લોકોને બહાર લાઈનમાં ઉભા રાખ્યા હતાં.

વેક્સિનેશન ધીમું થતા સેન્ટર બહાર લોકોની લાઈન લાગી
વેક્સિનેશન ધીમું થતા સેન્ટર બહાર લોકોની લાઈન લાગી

શાહપુરમાં સેન્ટર બહાર લાંબી લાઈન
શાહપુર વિસ્તારમાં આવેલ લાલકાકા હોલ ખાતેના વેક્સિનેશન સેન્ટરમાં તો વેક્સિનેશન માટે 3 ટીમ હોવા છતાં માત્ર 1 ટીમ વેક્સિન આપી રહી હતી. લોકો 2 કલાકથી વેક્સિનેશન સેન્ટરની બહાર લાઈનમાં ઉભા રહ્યા હતા. જેમાં 150 વધુ લોકોની ભીડ જોવા મળી હતી. સાથે આ વેક્સિનેશન સેન્ટરના દરવાજા અને સીડીમાં લોકોએ વેક્સિન લીધા બાદ રૂ જેમતેમ નાખી દીધા હતા. ત્યાં મેડિકલ વેસ્ટના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા ન હતી. સાથે આટલી ભીડમાં લોકો વેક્સિનેશન માટે હેરાન થઈ રહ્યા હતા.

3 ટીમ હોવા છતાં 1 ટીમ વેક્સિન આપતા ભીડ વધી
3 ટીમ હોવા છતાં 1 ટીમ વેક્સિન આપતા ભીડ વધી

અવ્યસ્થાના કારણે લોકોને મુશ્કેલી
આ વેક્સિનેશન સેન્ટર પર વેક્સિન લેવા આવેલા રમીલા બેન ઠાકોરએ જણાવ્યુ કે, હું 2 કલાકથી લાઈનમાં ઊભી છું. આ વેક્સિન આપવાવાળી ટીમ થોડીવાર બહાર આવે અને અંદર જાય એમ આંટા ફેરા કરે છે. તેઓ જો વેક્સિનના કાઉન્ટર પર બેસે તો અમારે લાઈનમાં વધુ સમય ન વિતાવો પડે. સાથે અહીંયા લાઈનમાં ભીડ જોવો મને લાગે છે કોરોના અહીંથી જ ફેલાશે. ટોકન આપે છે પણ કાઈ વ્યવસ્થા જ નથી. આવું ન હોય સારી વ્યવસ્થા કરો તો લોકો સહકાર આપશે.