તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં વોલન્ટિયર્સ પર ભારત બાયોટેક નિર્મિત કોવેક્સિનનું ટ્રાયલ ચાલી રહ્યું છે, જેમાં અત્યાર સુધી 170થી વધુને વેક્સિન અપાઈ ચૂકી છે અને આ ટ્રાયલ હજુ 10 મહિના ચાલશે ત્યારે બીજી તરફ ફાયઝર ઈન્ડિયા કંપનીએ તો ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા પાસે 4 ડિસેમ્બરે કોરોના વેક્સિનનો દર્દીઓ પર ઉપયોગ કરવા મંજૂરી માગી છે.
મંગળવાર ગાંધીનગર ખાતે વીડિયો કોન્ફરન્સ મારફતે દિલ્હીમાં આરોગ્ય મંત્રાયલ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે, જેમાં રાજ્યમાં કોવિડ-19 વેક્સિનના દર્દી પરના ઉપયોગ અને સોલા સિવિલમાં ચાલી રહેલી ટ્રાયલને આગળ વધારવી કે નહીં તે અંગે નિર્ણય લેવાશે. સૂત્રોએ જણાવ્યું કે, મંગળવારે સવારે મળનારી બેઠકમાં વેક્સિનનો દર્દી પરના ઉપયોગ કરવા અંગેનો અંતિમ નિર્ણય કરાશે. એક વખત નિર્ણય થાય પછી એક સપ્તાહમાં તેનો ઉપયોગ શરૂ કરાશે. કોરોના વેક્સિનનો દર્દીઓ પરનો ઉપયોગ ગુજરાતમાં શરૂ કરાશે તે બાબતે આરોગ્ય સચિવ જયંતી રવિને પૂછતાં તેમણે જણાવ્યું કે, મંગળવારે સવારે દિલ્હી આરોગ્ય મંત્રાલય સાથેની વીડિયો કોન્ફરન્સમાં સૂચના મળશે તે મુજબ રાજ્ય સરકાર કામ કરશે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.