શુભેચ્છા મુલાકાત:GTUની US કોન્સ્યુલેટ જનરલે મુલાકાત લીધી, રિસર્ચ આધારિત પ્રવૃત્તિની ચર્ચા કરી

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડાબેથી બીજા જીટીયુના કુલપતિ ડૉ.નવીન શેઠ અને યુએસ કોન્સ્યુલેટ જનરલ ડેવિડ રાન્ઝે(માસ્કમાં) - Divya Bhaskar
ડાબેથી બીજા જીટીયુના કુલપતિ ડૉ.નવીન શેઠ અને યુએસ કોન્સ્યુલેટ જનરલ ડેવિડ રાન્ઝે(માસ્કમાં)

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી(GTU)ની ગણના અગ્રગણ્ય યુનિવર્સિટીમાં થાય છે. ટેકનિકલ, મેનેજમેન્ટ અને ફાર્મસી જેવી વિવિધ શાખામાં દર વર્ષે ગુજરાતમાં સૌથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ GTUમાં પ્રવેશ મેળવે છે. GTUમાંથી ડિગ્રી મેળવેલા હજારો વિદ્યાર્થીઓ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અને નોકરી કરવા માટે પણ જતાં હોય છે. જેથી કરીને તાજેતરમાં GTU ખાતે યુએસ કોન્સુલેટ જનરલ ડેવિડ રાન્ઝેએ શુભેચ્છા મુલાકાત લીધી હતી.

રિસર્ચ આધારિત પ્રવૃત્તિની ચર્ચા કરી
GTUના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ અને ડેવિડે નેશનલ એજ્યુકેશન પોલિસી-2020 , ભારત અને અમેરિકા વચ્ચેના હાયર ટેકનિકલ શિક્ષણ જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. કુલપતિએ ચર્ચા દરમિયાન નેશનલ એજ્યુકેશન પોલિસીના સકારાત્મક પાસા, GTU દ્વારા ચલાવવામાં આવતાં વિવિધ ટેકનિકલ અને નોન ટેકનિકલ કોર્સિસ આ ઉપરાંત GTU દ્વારા કરવામાં આવતી અનેક રિસર્ચ આધારિત પ્રવૃત્તિની ચર્ચા કરી હતી.

USમાં અભ્યાસમાં રહેલી વિવિધ તકો અંગે માહિતી આપી
US કોન્સ્યુલેટ જનરલે GTU ખાતે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ સાથે પણ અભ્યાસ અંગે ચર્ચા કરી હતી. તેમણે USમાં અભ્યાસ અર્થે રહેલી વિવિધ તકો અને યોજનાઓ બાબતે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું. આ ઉપરાંત અમદાવાદ સ્થિત એજ્યુકેશન USA ઓફિસની મુલાકાત લેવા માટે કહ્યું હતું. ડિપાર્ટમેન્ટ ઑફ ઈન્ટરનેશનલ રિલેશનના ડાયરેક્ટર ડૉ. કેયુર દરજીએ ઈન્ટરનેશનલ એક્સપિરિયન્સ પ્રોગ્રામ અંતર્ગત પ્રતિ વર્ષ 500થી વધુ વિવિધ શાખાના વિદ્યાર્થીઓ GTUમાંથી વિદેશમાં અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓ અને GTU ખાતે અભ્યાસ કરતાં વિદેશીઓ માટે કરવામાં આવતી પ્રવૃત્તિની માહિતી રજૂ કરી હતી. આ શુભેચ્છા મુલાકાત દરમિયાન તેમની સાથે ટમ્મી મ્યુરીએટ્રા, એલિઝાબેથ સ્કોલોવ અને અરૂંધતી મુન્ડલેએ GTUની મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...