તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરીક્ષામાં વિઘ્ન:યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષા શરૂ, સર્વરમાં ખામીને કારણે અનેક વિદ્યાર્થીઓ ફોર્મ ના ભરી શક્યા

અમદાવાદ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અંદાજે 49,000 જેટલા વિદ્યાર્થીઓ આજથી શરૂ થનાર પરીક્ષા આપી રહ્યા છે
 • સર્વરમાં ખામીના કારણે વિદ્યાર્થીઓએ ફરીથી રજીસ્ટ્રેશન પણ કરાવવું પડશે

ગુજરાતી યુનિવર્સિટી દ્વારા હજુ પણ ઓનલાઇન પરિક્ષા લેવાની ચાલુ જ છે ત્યારે BCOM, BBA, BSC, BA સહિત અનેક સ્ટ્રીમની સેમેસ્ટર 3 અને 5ની ઓનલાઇન પરીક્ષા આજથી શરૂ થઈ છે. જેમાં અનેક લોકોને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.પરંતુ આજથી શરૂ થયેલ પરીક્ષામાં સર્વરમાં ખામીને કારણે અનેક વિદ્યાર્થીઓ લોગઈન કરી શક્યા નથી.

સેમેસ્ટર 3 અને 5ની ઓનલાઇન પરીક્ષા આજથી શરૂ
ગુજરાત યુનિવર્સિટીની અલગ અલગ સ્ટ્રીમની પરીક્ષા કેટલાય સમયથી ચાલી રહી છે, ત્યારે BCOM, Bsc, BA સહિત અનેક સ્ટ્રીમની ઓનલાઇન પરિક્ષા આજથી શરૂ થઈ છે.અંદાજે 49,000 જેટલા વિદ્યાર્થીઓ આજથી શરૂ થનાર પરિક્ષા આપી રહ્યા છે જેમાં 3 અને 5ની પરીક્ષા આજથી શરૂ થઈ છે જ્યારે 1 સેમેસ્ટરની પણ પરિક્ષા પણ યોજાશે.

આગામી દિવસોમાં ફરીથી ઓનલાઇન પરિક્ષા યોજાઈ શકે છે
આગામી દિવસોમાં ફરીથી ઓનલાઇન પરિક્ષા યોજાઈ શકે છે

સ્કેનરમાં ટેકનિકલ ખામીને કારણે લોગઈનમાં એરર
આજથી શરૂ થયેલ ઓનલાઇન પરીક્ષામાં સર્વરમાં ટેકનિકલ ખામીને કારણે અનેક વિદ્યાર્થીઓના લોગઈન થઈ શક્યા નથી. સ્કેનરમાં ટેકનિકલ ખામીને કારણે લોગ ઈન એરર આવી છે. જે વિદ્યાર્થીઓના લોગઈન થઈ શક્યા નથી. તેમના માટે આગામી દિવસોમાં ફરીથી ઓનલાઇન પરિક્ષા યોજાઈ શકે છે તે માટે વિદ્યાર્થીઓએ ફરીથી રજીસ્ટ્રેશન પણ કરાવવું પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો