તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

શક્તિનું સાયન્સ:નોરતાંંના પર્વ સાથે ઋતુઓનું સંધાન - કુદરતના સાંનિધ્યમાં શીતળ રાતે ગરબા રમવા એ તન અને મન માટે અનુકૂળ રહે છે

અમદાવાદ7 દિવસ પહેલાલેખક: અશોક શર્મા
  • કૉપી લિંક

આપણા પર્વો અને ઉત્સવોનો ઋતુઓ સાથે સંબંધ છે. પૃથ્વી પોતાની ધરી પર લગભગ ચોવીસ કલાકમાં એક ભ્રમણ કરે છે. વળી એ સૂર્ય ફરતે લગભગ ત્રણસો પાંસઠ દિવસમાં એક પરિભ્રમણ પૂરું કરે છે. ભ્રમણ કરતી વેળા પૃથ્વી થોડી ઝૂકેલી રહે છે. પૃથ્વીનો જે ભાગ સૂર્ય તરફ ઝૂકેલો હોય ત્યાં ઉનાળો અને વસંતઋતુ હોય, તે વેળા બીજા ભાગમાં જે સૂર્યથી દૂર હોય ત્યાં શિયાળો અને પાનખર ઋતુ હોય. બીજી બાજુ, પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર સાડા ઓગણત્રીસ દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે. પૃથ્વી અને ચંદ્રની સાપેક્ષ સ્થિતિને લીધે લગભગ ત્રીસ દિવસે એક વાર અમાસ અને એક વાર પૂનમનો યોગ રચાય છે.

વર્ષમાં માર્ચ અને સપ્ટેમ્બર માસમાં એમ બે વાર સૂર્ય પૃથ્વીના વિષુવવૃત્ત પાસેથી પસાર થાય છે. હમણાં જ સપ્ટેમ્બર ઇક્વિનોક્સ અથવા વિષુવકાળનો સંયોગ ગયો છે. આ તારીખે (21 થી 24 સપ્ટેમ્બર દરમ્યાન) દિવસરાત સરખાં હોય છે. તે પછી સૂર્ય દક્ષિણ તરફ ઝૂકતો જાય છે. જેને લીધે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં ઉનાળાનો અંત અને પાનખરની શરુઆત થાય છે, તેનાથી ઉલ્ટું દક્ષિણ ગોળાર્ધમાં શિયાળાનો અંત અને વસંતનું આગમન થાય છે. આ સમયે માત્ર ભારતમાં જ નહીં, પૃથ્વીના જુદા જુદા ખંડોમાં ઋતુ અનુસાર લોક-ઉત્સવો જોવા મળે છે. ભારતમાં શારદીય નવરાત્રિ ઉજવાય છે. કુદરતના સાંનિધ્યમાં શીતળ રાતે ગરબા રમવાનું તન-મનને અનુકૂળ બની રહે. ચંદ્રનો વનસ્પતિના રસકસ સાથે પણ સંબંધ છે. આયુર્વેદમાં ઔષધિઓને ખાસ નક્ષત્રમાં, જ્યારે તેમાં મહત્તમ ઔષધીય ગુણો હોય ત્યારે લેવાનું વિધાન છે. શરદની પૂર્ણિમાની મધ્યરાત્રિએ જ્યારે ચાંદની પૂરેપૂરી ખીલી હોય ત્યારે સમુદ્રની જેમ માનવમનમાં પણ ઊર્મિની ભરતી પરાકાષ્ઠાએ હોય.

અહીં ભારતના ઋષિની દીર્ઘદૃષ્ટિનો પરિચય મળે છે. મનને સંયમના સૂત્રમાં બાંધવા અને વિષયવિલાસથી બચવા નવરાત્રિને આધ્યાત્મિક પર્વ તરિકે કેળવ્યું છે. જીવ જ્યારે ઊર્મિની ચરમસીમાએ હોય ત્યારે શિવ-શક્તિની સાધના કેવી ફળદાયી બની રહે! યોગાનુયોગ કોરોનાને કારણે આ વર્ષે નવરાત્રિને પોતાના મૂળ સ્વરૂપ તરફ જવા અવસર સાંપડ્યો છે, ત્યારે શરદપર્વના મૂળ તત્ત્વજ્ઞાનને ફરી આત્મસાત્ કરી લેવા જેવું ખરું કે નહીં?
holisticwisdom21c@gmail.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો