વિવાદ:સ્કૂલ ફી મોડી ભરતાં બેને પરીક્ષામાં બેસવા ન દેવાયા

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • નવા નરોડાની સ્કૂલની કાર્યવાહીથી વિવાદ
  • એ-વન ઝેવિયર્સના સંચાલક ભાજપના પૂર્વ MLA

નવા નરોડાની એ-વન ઝેવિયર્સ સ્કૂલમાં મોડી ફી ભરવા બદલ વિદ્યાર્થીઓ પાસેથી દંડ વસૂલવા આવી રહ્યો છે. હાલ સ્કૂલોમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓની પ્રી-બોર્ડ એક્ઝામ ચાલી રહી છે ત્યારે સ્કૂલમાં બીજી ટર્મની ફી નહીં ભરનાર બે વિદ્યાર્થીને પરીક્ષામાં બેસવા દેવાયા ન હતા.

આ સ્કૂલ ભાજપના પૂર્વ ધારાસભ્ય ધવલ ઝાલાની છે. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે, વિદ્યાર્થીઓનું કહેવું છે કે અમે કોઇ ગુનો કર્યો હોય તેમ અમારી સાથે ખરાબ વર્તન કરીને અમને અપમાનિત કરવામાં આવ્યા છે.

પરીક્ષા નહીં આપવા દેવાયાની વાત ખોટી
વિદ્યાર્થીઓને પરીક્ષા આપતા અટકાવાયા નથી. જેમણે ફી નથી ભરી તેમના વાલીને ફોન કરાવવા તેમને બહાર બોલાવ્યા હતા. વાલી એક વખત મળીને જતા રહે પછી હેરાન કરવામાં આવતા નથી. > ધવલ ઝાલા, એ-વન સ્કૂલના માલિક અને ભાજપના પૂર્વ ધારાસભ્ય

અન્ય સમાચારો પણ છે...