હુમલો:પત્નીની છેડતી કરવા બાબતે ઝઘડો, બે પક્ષે એકબીજાને છરીના ઘા માર્યા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પત્નીની છેડતી કરવા બાબતે ઝઘડો, બે પક્ષે એકબીજાને છરીના ઘા માર્યા

દાણીલીમડામાં પત્નીને હેરાન કેમ કરે છે જ્યારે સામે પક્ષે જમીન કેમ ખરીદી મુદ્દે બે પક્ષ વચ્ચેના ઝઘડામાં એકબીજા સામે છરીઓના ઘા માર્યા હતાં. આ બનાવ અંગે દાણીલીમડા પોલીસે બંને પક્ષે પિતા અને તેમના બે પુત્રો મળી 6 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ આદરી છે.

દાણીલીમડામાં ગોવિંદ પટેલની ચાલીમાં રહેતા રેશ્માબેન શેખેની ફરિયાદ મુજબ તેમના ઘરની સામે આવેલી ઓફિસના હબીબ શેખનો દીકરો મોહસીન રેશ્માબેનને હેરાન કરતો હતો. તેથી પતિ શાહરુખે મોહસીનને સમજાવ્યો હતો. 16 એપ્રિલે સવારે 9.30 શાહરુખને ઉભો રાખીને મોહસીને તેના ભાઇ વસીમ અને પિતા હબીબ શેખે સાથે મળી શાહરૂખને છરી મારી હતી.

બીજી તરફ મોહસીનની ફરિયાદમાં શાહરુખ શેખે જમીન મારે ખરીદવાની હતી તમે કેમ ખરીદી લીધી તે મુદ્દે ઝઘડો કરી માર માર્યો હતો, એ વખતે તેના ભાઇ આમીર અને પિતા જમીલ શેખે આવીને છરીના બે ઘા માર્યા હતાં.

કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરનારા યુવક પર હુમલો
કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરનારી દીકરી જયશ્રી અને તેના પ્રેમી જય પટેલને સમાધાન માટે ઘરે બોલાવી માતા વાલીબેન અને યુવતીની જે યુવક સાથે સગાઇ થઇ હતી તે નયન પરમારે બીભત્સ ગાળો બોલી જય પટેલ પર છરીના ઘા મારતાં યુવતીએ બંને સામે કૃષ્ણનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...