• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Two Groups Of Men Broke Into Each Other With Weapons Such As Razors, Pipes, Sticks, Pelted The Police Team With Stones And Beat Them.

ગુલબાઈ ટેકરામાં જૂથ અથડામણ:બે જૂથના માણસો ધારિયા, પાઇપો, લાકડી જેવા હથિયારોથી એકબીજા પર ટૂટી પડ્યાં, પોલીસ ટીમ પર પથ્થરમારો કરી માર માર્યો

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • બંને જૂથના માણસોએ ધારિયા, પાઈપો, લાકડી જેવા હથિયારથી હુમલો કર્યો
  • એક પોલીસકર્મી સહિત 6 જણાં ઘાયલ, સ્થિતિ કાબૂમાં લેવા વધુ પોલીસ બોલાવાઈ

ગુલબાઈ ટેકરામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો તેમજ સામસામે હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા ગુજરાત યુનિર્વસિટી પોલીસ ત્યાં પહોંચતાં, લોકોએ પોલીસને જોઈને ભાગવાના બદલે પોલીસ પર પથ્થરમારો કરી ફટકાર્યા હતા. જેમાં 1 પોલીસકર્મી સહિત 6 ઈજાગ્રસ્ત થતાં વધારાનો ફોર્સ બોલાવીને લાઠીચાર્જ કરતા બંને જૂથના લોકો ભાગી ગયા હતા.

ગુલબાઈ ટેકરામાં આવેલા અણદામુખી વાસમાં શુક્રવારે બપોરે બે જૂથોની અથડામણમાં સામસામે હથિયારોથી હુમલો અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના કારણે સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી જતાં લોકોના જીવ તાળવે ચોંટી ગયો હતા. ઘટનાની જાણ થતા ગુજ.યુનિ.પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સચિનભાઇ, ઈન્દ્રજીતસિંહ, કિરીટસિંહ, દિગ્વિજયસિંહ અને પ્રવીણભાઈ ત્યાં પહોંચ્યા ત્યારે બંને જૂથના માણસો ધારિયા, પાઈપો, લાકડી જેવાં હથિયારોથી સામસામે હુમલો કરી રહ્યા હતા.

પોલીસને જોઈને ભાગવાને બદલે ટોળાંએ પોલીસ પર પથ્થરમારો કરતાં સચિનભાઈને પથ્થર વાગતા ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે અન્ય પોલીસકર્મીઓ સાથે ટોળાંએ ઝપાઝપી કરી, ઘેરી લેતાં વધારાનો પોલીસ ફોર્સ બોલાવ્યો હતો. પોલીસે લાઠીચાર્જ કરીને બંને જૂથના ટોળાંને વિખેરી દીધા હતા. આ અંગે સચિનભાઈની ફરિયાદને આધારે ગુજ. યુનિ. પોલીસે ઈશ્વર પરમાર, માલા સોલંકી, વિનોદ સોલંકી, કાના સોલંકી, રાહુલ સોલંકી, મોહન સોલંકી, જીતુ રાઠોડ, ગોપાલ રાઠોડ, પૂંજા રાઠોડ અને પ્રકાશ પરમાર વિરુધ્ધ પોલીસ પર હુમલો-મારામારીનો ગુનો નોંધી તપાસ આદરી હતી.

હુમલાખોરો સામે બીજી ફરિયાદ નોંધાઈ
ગુલબાઈ ટેકરા અણદામુખી વાસમાં રહેતા માલા હીરા સોલંકી(45)એ ઈશ્વર પરમાર, મોહન રાઠોડ, જીતુ રાઠોડ, ગોપાલ રાઠોડ, પૂંજા રાઠોડ અને જશોદા પરમાર વિરુધ્ધ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યાનુસાર આ લોકોએ ગેરકાયદે મંડળી બનાવીને લાકડી, ધારિયા જેવાં હથિયારોથી હુમલો કર્યો હતો. જેમાં મહિલાઓ સહિત 4-5 જણાં ઈજાગ્રસ્ત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...