તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:રથયાત્રાની મંજૂરી માટે ટ્રસ્ટીઓ આજે પોલીસને અરજી આપશે, 24 જુલાઈએ સાદગીથી જળયાત્રા કાઢવા મંદિરે તૈયારીઓ શરૂ કરી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ભગવાન જગન્નાથની રથયાત્રાની મંજૂરી લેવા સોમવારે મંદિરના મહંત અને ટ્રસ્ટીઓ અમદાવાદ પોલીસ કમિશનર સાથે મુલાકાત કરી શકે છે. કોરોનાના હિસાબે રાજ્ય સરકાર હજુ અમદાવાદમાં રથયાત્રા નીકળશે કે નહીં તે બાબતે અસ્પષ્ટ છે. મુખ્યમંત્રીએ સમય અને સંજોગો જોઈને રથયાત્રાને મંજૂરી આપવામાં આવશે તેમ નિવેદન કર્યું હતું. રાજ્યના ગૃહમંત્રી તેમ જ શહેરના પોલીસના અધિકારીઓ મંદિરના સતત સંપર્કમાં છે. સરકાર તરફથી મંજૂરી આવે કે ન આવે મંદિર તરફથી રથયાત્રા માટેની તમામ તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દીધી છે.

સોમવારે પ્રથમ પોલીસ પાસે જળયાત્રા માટે મંજૂરી મગાશે. જળયાત્રા માટે એક વખત સત્તાવાર મંજૂરી મળી જાય પછી રથયાત્રાની મંજૂરી મેળવવા માટેનો રસ્તો મોકળો બનશે તેમ મંદિરનાં સૂત્રો કહે છે. બીજી તરફ મંદિર તરફથી જણાવ્યા મુજબ, 24 જૂનના રોજ ભગવાનની જળયાત્રા સાદાઈથી યોજવા માટે રાજ્ય સરકારે પરમિશન આપી છે, જેને લઈને મંદિર તરફથી જળયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જળયાત્રામાં 18 ગજરાજો મંદિર પટાંગણમાં ઉપસ્થિત રહેશે. ખૂબ જ મંદિરના ઓછા લોકો સાથે જળયાત્રા કાઢવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...