40-42 ડિગ્રી ગરમીમાં કુલ રહેવા માટે સિટીના યંગસ્ટર્સનો મંત્ર છે "સ્ટાઇલ મે રહેને કા". ગરમીમાં કુલ વાઇબ્સ માટે સિટીના યંગસ્ટર્સ બોલિવૂડ એકટર્સ અને ક્રિકેટર્સથી ઇન્સ્પાયર થઇને સ્ટાઇલશ હેરકટ કરાવી રહ્યા છે.
આ સમરમાં મેલ્સ અને ફિમેલ્સમાં ટ્રેન્ડી હેરકટને લઇને સિટી ભાસ્કર સાથે વાત કરતા એજ ધ લાઉન્જ સલોનના ચિત્તલ સૂરતી આચાર્યએ જણાવ્યું હતું કે મેલ્સમાં ફેડ અને ફ્રિન્જ અપ,બઝ કટ અને ક્વિફ જેવી હેરસ્ટાઇલ ટ્રેન્ડમાં છે તો ફિમેલ્સમાં બ્લન્ટ બોબ, ઈન્વર્ટેડ બોબ, પિક્સી હેરસ્ટાઈલ અને અન્ડર કટનો ટ્રેન્ડ છે.
IPLમાં ઇન્ડિયન જ નહિ પણ ઘણા વિદેશી ક્રિકેટર્સની સ્ટાઇલ ટ્રેન્ડમાં છે
આઈપીએલ પ્લેયર્સ અને બોલિવૂડ એક્ટર્સના હેર કટ ખૂબ જલ્દીથી ટ્રેન્ડમાં આવે છે. મેલ્સમાં બઝ કટ, ક્વિફ, ફેડ અને ફ્રિન્જ અપ જેવી સ્ટાઈલ હંમેશા ટ્રેન્ડમાં રહે છે પણ સમર લૂકમાં નાના હેર માટે પરફેક્ટ અને સ્ટાઈલિસ્ટ લાગતી હોવાથી કસ્ટમર્સ વધારે પસંદ કરે છે. > ભાવેશ, એસેન્સ સલોન
નોર્મલ કલર્સ કરતા કવર્કી લુક માટે પિંક, પર્પલની ડિમાન્ડ વધી
નેચરલ બ્લેક, બ્રાઉન જેવા નોર્મલ હેર કલરની સરખામણીએ છેલ્લા એક વર્ષમાં ટ્રેન્ડી લુક માટે યંગસ્ટર્સમાં પિંક, પર્પલ, રોયલ બ્લૂ જેવા ક્વર્કી કલર્સનો ટ્રેન્ડ વધુ જોવા મળી રહ્યો છે. કોર્પોરેટ પ્રોફેશનલ્સમાં બ્લુ હેરકલરની ડિમાન્ડ સૌથી વધુ છે.
કિડ્સમાં કેમિકલ ફ્રી ટેમ્પરરી નેચરલ કલરનો ટ્રેન્ડ
હવે કિડ્સ માટે પણ ટેમ્પરરી હેર કલર્સ અવેલેબલ છે જેમાં બધા જ કલર્સના શેડ કરાવી શકાય છે. 300 થી 500 રૂપિયામાં થતા આ હેર કલર કેમિકલ ફ્રી હોય છે અને એક વોશ પછી નીકળી જાઈ છે.
બનમાં ટ્રેન્ડી લુક આપશે અંડર કટ
ફિમેલ્સમાં શોર્ટ હેરકટ માટે બલન્ટ બોબ અને પિક્સી હેરસ્ટાઇલ જેવી સ્ટાઇલ દરેક સમરમાં ટ્રેન્ડમાં હોય છે પણ આ વર્ષે ફિમેલ્સને લોંગ હેર સાથે સમર વાઇબ્સ માટે સ્પેશિયલ અંડરકંટ હેર સ્ટાઇલ કરાવી રહી છે જેમાં બનમાં પણ ટ્રેન્ડી લુક મળી રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.