તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શુભારંભ:આવતીકાલે અમદાવાદથી નવી દિલ્હી માટે ટ્રેન સાંજે 6.20 વાગ્યે સાબરમતીથી ઉપડશે, 22 માર્ચ પછી પહેલી સ્પેશિયલ

અમદાવાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાલનપુર, આબુરોડ, જોધપુર, ગોરેગાંવ વગેરે સ્ટેશન પર 5થી 10 મિનિટ ટ્રેન ઉભી રહેશે.
 • માત્ર કન્ફર્મ ઇ-ટિકીટ ધરાવતા યાત્રિકોને જ સ્ટેશનમાં પ્રવેશ આપવામાં આવશે
 • યાત્રિકો અને તેમને મૂકવા આવનારા વાહન ચાલકોની અવર-જવર કન્ફર્મ ઇ-ટિકીટ પર કરવા દેવામાં આવશે

ભારત સરકારે તબક્કાવાર રેલ વ્યવહાર શરૂ કર્યો છે. ત્યારે આવતીકાલે સાંજે 6.20 વાગ્યે સાબરમતીથી દિલ્હી જવા માટે ટ્રેન રવાના કરવામાં આવશે. 22મી માર્ચ પછી આ પહેલી સ્પેશિયલ ટ્રેન છે કે જે દિલ્હી જવાની છે. આ ટ્રેન પાલનપુર, આબુરોડ, જોધપુર, ગોરેગાંવ થઈને દિલ્હી પહોંચશે. આ મામલે રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘જે યાત્રિકોની ટિકિટ કન્ફર્મ હશે તેમને જ સ્ટેશનમાં પ્રવેશ આપવામાં આવશે. યાત્રિકોની કન્ફર્મ ટિકિટને આધારે જ તેમને વાહનથી સ્ટેશન પહોંચવા માટે અવર-જવરની છૂટછાટ પણ આપવામાં આવશે. આ ઉપરાંત તેમને કન્ફર્મ ટિકિટ સિવાય અન્ય કોઇ પુરાવાની જરૂર પડશે નહીં.’

સ્પેશિયલ ટ્રેનનું ટાઇમટેબલ
સ્પેશિયલ ટ્રેનનું ટાઇમટેબલ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો