• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Trader Who Went To Give A Lift To Kinner Late At Night Was So Full Of Remorse That He Now Looted By Threatening To Get Caught In A False Case, Then Beat Up.

મદદ મોંઘી પડી:અમદાવાદમાં મોડી રાત્રે કિન્નરને લિફ્ટ આપવા ગયેલા વેપારી એવા ભરાયા કે હવે થયો પસ્તાવો, ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી લૂંટ્યો, પછી મારમાર્યો

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિરજ ઉર્ફે નીલુમાસી વણઝારા નામના કિન્નર અને સાથેના શખ્સે સોનાની વીંટી અને રોકડા લૂંટી લીધા

શહેરમાં રહેતા એક વેપારી કામ પતાવીને ઘરે જતા હતા. ત્યારે મોડી રાત્રે કિન્નરના સ્વાંગમાં રહેલા એક વ્યક્તિએ લિફ્ટ માંગી આ વેપારીને ઘરે મૂકી જવા કહેતા વેપારીએ મદદ કરી હતી. પણ મદદ કરવામાં આ વેપારીને એક ગલીમાં લઈ જઈ કિન્નરના સ્વાંગમાં આવેલ વ્યક્તિએ તેની સાથેના શખ્સ સાથે મળી વેપારીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લૂંટી લીધો હતો. સમગ્ર બાબતને લઈને વેપારીએ ફરિયાદ નોંધાવતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે.

કિન્નરના સ્વાંગમાં વ્યક્તિએ હાથ બતાવતા બાઈક ઉભું રાખ્યું હતું
નાના ચિલોડા પાસે રહેતા કમલભાઈ મોરવાણી રતનપોલમાં બંગડીઓનો વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત ઓક્ટોબર માસમાં તેઓ દુકાનેથી કામ પતાવી કાલુપુર તરફ ગયા હતા. જ્યાં કામ પતાવી ઘર તરફ જતા હતા. મોડી રાત્રે સાડા બારેક વાગ્યે તેઓ નરોડા પાટિયા પાસે પહોંચ્યા ત્યારે રસ્તામાં એક કિન્નરના સ્વાંગમાં ઉભેલા વ્યક્તિએ હાથ બતાવતા કમલભાઈએ તેમનું વાહન રોકયું હતું.

મોડી રાત્રે કોઈ રિક્ષા ન મળતા યુવકે મદદ કરી હતી
કિન્નરના સ્વાંગમાં રહેલ વ્યક્તિએ ઘરે જવાનું મોડું થઈ ગયું હોવાથી મદદ માંગી અને કોઈ રિક્ષાવાળા આવવા તૈયાર ન હોવાથી કમલભાઈએ તેઓને મદદ પુરી પાડી હતી. બાદમાં કમલભાઈ આ કિન્નરના સ્વાંગમાં રહેલ વ્યક્તિને વાહન પર બેસાડી ત્યાંથી નીકળ્યા હતા. આ શખ્સે નરોડા બેઠક તરફ વાહન લઈ જવાનું કહેતા કમલભાઈ તે તરફ જતા હતાં. ત્યાં નરોડા જીઆઇડીસીની ગલીમાં વાહન લેવાનું કહેતા પોસ્ટ ઓફિસ આવી અને બાદમાં ત્યાં જ એક શખ્સ આવી ગયો હતો.

બે વીંટી અને રોકડા સહિત 34 હજારની મતા લૂંટી લીધી
આ શખ્સે મારી બહેનને કેમ ફરવા લઈ ગયો હતો કહીને બબાલ શરૂ કરી હતી. કમલભાઈએ જણાવ્યું કે, માસીબા એ મદદ માંગી જેથી તેઓને ઘરે મુકવા જતો હતો. પણ કિન્નર ના સ્વાંગમાં રહેલ વ્યક્તિ અને સાથેના શખ્સે તારી પાસે જે કઈ હોય એ આપી દે નહિ તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપવાની શરૂઆત કરી હતી. આ બને શખ્સોએ બાદમાં કમલભાઈને મારમારી ઝપાઝપી કરી બે વીંટી અને રોકડા સહિત 34 હજારની મતા લૂંટી લીધી હતી. સમગ્ર બાબતે તપાસ કરતા લિફ્ટ માગનારનું નામ નિરજ ઉર્ફે નીલુમાસી વણઝારા હોવાનું સામે આવ્યું હતું. આખરે કમલભાઈએ આ મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...