તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:વોટર પાર્ક, રિસોર્ટ ચાલુ કરાવવાની માગ સાથે પ્રવાસન મંત્રી CMને મળ્યા

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટૂંક સમયમાં ચોક્કસ નિર્ણય લેવામાં આવશે તેવું આશ્વાસન

કોરોનાની બીજી લહેરને પગલે સરકારે સંક્રમણ વધે નહીં તે માટે નિયંત્રણાત્મક પગલાં લઇ રાજ્યમાં વોટર પાર્ક અને રીસોર્ટ બંધ રાખવાનો હુકમ કર્યો છે. હવે રાજ્યમાં કોરોના હળવો થતાં આ વોટર પાર્ક અને રીસોર્ટ ફરી શરૂ કરવાની માંગ સાથે તેના સંચાલકોનું પ્રતિનિધીમંડળ પ્રવાસનમંત્રી જવાહર ચાવડાની આગેવાનીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને મંગળવારે મળ્યું હતું. જેના પ્રતિસાદમાં રૂપાણીએ તેમને આ અંગે ચોક્કસ નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું.

આ પ્રતિનિધિમંડળને લઇને પ્રવાસન મંત્રી જવાહર ચાવડા મુખ્યમંત્રી કાર્યલયમાં ગયા હતા. ચાવડાએ કહ્યું કે હાલ કોઇ નિર્ણય લેવાયો નથી, પરંતુ કોરોનાને કારણે તેમની પ્રવૃત્તિ હાલ બંધ છે અને તેથી તેમને આર્થિક નુક્સાન સહન કરવું પડી રહ્યું છે. મુખ્યમંત્રીનો પ્રતિસાદ ઘણો હકારાત્મક રહ્યો.

અન્ય સમાચારો પણ છે...