અમદાવાદના પશ્ચિમ વિસ્તાર અને તેમાંય ખાસ વેજલપુર, વાસણા પહેલા સેટેલાઈટ વિસ્તારના લોકો માટે રેલવે ટિકિટ રિઝર્વેશન કરવા માટે વધુ સરળતા રહેશે. વસ્ત્રાપુર રેલવે સ્ટેશન ખાતે મુસાફરોની સુવિધા માટે રેલવે ટિકિટ રિઝર્વેશન કેન્દ્રની ફરીથી શરૂઆત આવતીકાલથી એટલે કે નવમી જૂનથી શરૂ થશે.
અગાઉ વસ્ત્રાપુર રેલવે સ્ટેશન પર બોટાદ-ગાંધીધામ મીટર ગેજ કન્વર્ઝનની કામગીરી ચાલુ હોવાથી રિઝર્વેશન સેન્ટર બંધ કરવામાં આવ્યું હતું. જોકે હવે આ કામગીરી પૂર્ણ થઇ ગઇ છે જેથી પ્રવાસીઓને સરળતા રહે તે હેતુથી ફરીથી રિઝર્વેશન સેન્ટરની શરૂઆત થશે.
વસ્ત્રાપુર સ્ટેશન પરનું રિઝર્વેશન સેન્ટર સોમવારથી શનિવાર સુધી સવારે 8:00 થી રાતના 8 વાગ્યા સુધી ખુલ્લું રહેશે અને રિઝર્વેશન સેન્ટર રવિવારે બપોરે 2:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. સામાન્ય રીતે યાત્રિકો ટિકિટ માટે ઓનલાઇન રિઝર્વેશનનો મહત્તમ ઉપયોગ કરતા હોય છે. પરંતુ યાત્રિકોને ટિકિટ રિઝર્વેશન માટે વધુ વિકલ્પો મળી રહે અને સરળતા રહે તે હેતુથી અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને મુખ્ય રેલવે સ્ટેશન ઉપર રિઝર્વેશન સેન્ટરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવતી હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.