ટેકનોલોજી:વૃદ્ધ-વિધવા સહાય મેળવવા હવે થમ્બ ઈમ્પ્રેશન સિસ્ટમ, કાગળો રજૂ કરવામાંથી મુક્તિ મળશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માત્ર એકવાર મામલતદાર કચેરીએ આવવું પડશે

વૃદ્ધો અને વિધવા સહાય માટે હવે કાગળો રજૂ કરવાના બદલે થમ્બ ઇમ્પ્રેશન આવશે. રાજ્યોના વિવિધ જિલ્લાની પ્રત્યેક મામલતદાર કચેરીએ થમ્બ ઇમ્પ્રેશન મશીન મુકાશે. વર્ષે એકવાર લાભાર્થીઓએ મામલતદાર કચેરી આવવાનું રહેશે.

વૃદ્ધ સહાય અને વિધવા સહાય મેળવવા લાભાર્થીઓએ વૃદ્ધ સહાયમાં હયાતીનો દાખલો અને વિધવા સહાયમાં ફરી લગ્ન નહીં કર્યાનો પુરાવો મામલતદાર કચેરીએ રૂબરૂ આવી પ્રતિવર્ષ ફરજિયાત રજૂ કરવો પડે છે.

વર્ષે એકવાર લાભાર્થીઓએ પ્રતિવર્ષ મામલતદાર કચેરીએ જઈ થમ્બ ઇમ્પ્રેશન આપવાની રહેશે. અમદાવાદ જિલ્લાના અધિક કલેકટર હર્ષદ વોરાએ કહ્યું કે, થમ્બ ઇમ્પ્રેશનથી લાભાર્થીઓને કાગળો રજૂ કરવામાંથી મુક્તિ મળશે.

અશક્તો માટે અલગ વ્યવસ્થા
વૃદ્ધ સહાય અને વિધવા સહાય મેળવનાર લાભાર્થી હલનચલન કરી શકતા ના હોય તો તબીબી પ્રમાણપત્રના આધારે તેના માટે અલાયદી વ્યવસ્થા કરાશે.

અન્ય સમાચારો પણ છે...