તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદમાં ચોરો બેફામ:તસ્કરોએ પૈસા ના મળતા બર્મુડા અને ચપ્પલની ચોરી કરી

અમદાવાદ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
હિરેન ભીલ,ચેતન ઠાકોર,બલરાજ પનીર અને તરલ ભીલ નામના શખ્સોની ધરપકડ થઈ. - Divya Bhaskar
હિરેન ભીલ,ચેતન ઠાકોર,બલરાજ પનીર અને તરલ ભીલ નામના શખ્સોની ધરપકડ થઈ.

અમદાવાદ: શાહીબાગ વિસ્તારમાં 2 દિવસ અગાઉ વહેલી સવારના સુમારે 4 તસ્કરો પૈસા ચોરી કરવાના ઇરાદે દુકાનમાં તાળુ તોડી ઘૂસ્યા હતા.દુકાનમાં ઘૂસ્યા બાદ રોકડ રકમ કે અન્ય કીમતી વસ્તુ ના મળતા દુકાનમાં રહેલ બર્મુડા ચડ્ડા, ચપ્પલ અને પેન્ટની ચોરી કરી હતી જે મામલે પોલીસે ગુનો નોંધીને ચારેય આરોપીઓને ઝડપી લીધા હતા.

શહેરના અસારવા વિસ્તારમાં રહેતા 4 તસ્કરોએ રાત્રિના સમયે તાપણું કરતા કરતા ચોરી કરવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. બાદમાં અસારવામાંથી જ રિક્ષાની ચોરી કરી હતી અને ચોરીની રિક્ષામાં બેસીને શાહીબાગ ઓવરબ્રિજ પાસેની દુકાનમાં ચોરીના ઇરાદે તાળુ તોડીને પ્રવેશ કર્યો હતો. બાદમાં દુકાનમાં રોકડ રકમના મળતા દુકાનમાં રહેલા 30 બર્મુડા, 8 ચપ્પલ, 64 પેન્ટ અને 87 શર્ટ એમ કુલ મળીને 86,560ની રકમની ચોરી કરી હતી.

ચોરીની ઘટના બાદ શાહીબાગ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. ત્યાર બાદ પોલીસે 14 કલાકમાં હિરેન ભીલ,ચેતન ઠાકોર,બલરાજ પનીર અને તરલ ભીલ નામના 4 આરોપીઓને બર્મુડા,ચપ્પલ,પેન્ટ અને શર્ટ સાથે ઝડપી પાડ્યા હતા. જોકે ચોરોએ ચોરી કરેલી રિક્ષા ચોરીના કામ બાદ પરત મૂકી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો