તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયબર સિક્યોરી અવેરનેસ પ્રોગ્રામ:ફેમિલી કેદારનાથ ફરવા ગયું તેના ફોટો ફેસબુક પર જોઈ ચોરે ઘરમાં ચોરી કરી

અમદાવાદ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સેફર ઈન્ટરનેટ ડેને ધ્યાનમાં રાખી સાયબર સિક્યારી અવેરનેસ પ્રોગ્રામ

એકવાર વડોદરાનું એક ફેમિલી કેદારનાથ ફરવા ગયું. ફેમિલીના સભ્યોએ લોકેશન સાથેના ફોટાઓ શેર કર્યા. આ વાતની જાણ ચોરને થતા. ઘરમાં કોઈ ના હોવાથી ચોર ચોરી કરી ગયો. ઉપરોક્ત વાત સેફર ઈન્ટરનેટ ડેને ધ્યાનમાં રાખી યોજાએલા સાયબર સિક્યોરી અવેરનેસ પ્રોગ્રામમાં સાયબર એક્સપર્ટ વિરલ શાહે કહી હતી.

કોમએક્સપો સાયબર સિક્યોરીટી ફાઉન્ડેશન અને સેન્ટર ફોર સાયબર એન્ડ ઈન્ફોર્મેશન સિક્યોરીટી દ્વારા આ પ્રોગ્રામ યોજાયો હતો. જેમાં વિરલ શાહે સાયબર સિક્યોરીટીની કેટલીક મહત્વની ટીપ્સ પણ આપી હતી. તેમને વધુમાં કહ્યું કે, ખાસ કરીને યુવાનોને અને મહિલાઓને ટાર્ગેટ કરવામાં આવે છે. તેમાં પણ સોશિયલ મીડિયાથી ટાર્ગેટ બનાવવામાં આવે છે. જેથી ડમી લિન્કથી બચો કેમ કે, તેના થ્રુ તમારા મોબાઈલમાં માલવેર ઘુસી મોબાઈલને હેક કરી શકે છે.

આલ્ફા, ન્યુમેરીકલથી બનેલો 12 ડિજિટનો પાસવર્ડ રાખો

 • સોશિયલ મીડિયાનું એકાઉન્ટ પ્રાઈવેટ રાખવું
 • ઈન્સ્ટા, ફેસબુક જેવા સોશિયલ મીડિયા આપેલી લિન્ક, ઓફર કે એડ ક્યારેક ડમી હોય છે જેથી ક્લિક ના કરવી
 • કેટલીક જાણીતી બ્રાન્ડ ઈ-કોમર્સ કંપનીની પણ ડમી વેબસાઈટ બની રહી છે જેથી ફિશિંગ ના ફસાવાય તેનું ધ્યાન રાખો
 • તમે ક્યાં ગયા છો તેના ફોટો સોશિયલ મીડીયા પર શેર ના કરો
 • તમારો પાસવર્ડ 12થી વધુ ડિજિટલનો બનાવો જેમાં આલ્ફા, ન્યુમેરીકલનો ખાસ ઉપયોગ કરો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો