તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હની ટ્રેપ કાંડ:તત્કાલીન PSI જે. કે. બ્રહ્મભટ્ટની ધરપકડ, અગાઉ PI ગીતા પઠાણ સહિત 7 આરોપીની પોલીસે ધરપકડ કરી હતી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
તત્કાલીન PSI જે. કે. બ્રહ્મભટ્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
તત્કાલીન PSI જે. કે. બ્રહ્મભટ્ટ - ફાઇલ તસવીર
  • કૌભાંડમાં નામ ખૂલતાં પીએસઆઈ બ્રહ્મભટ્ટની સ્પેશિયલ બ્રાંચમાં બદલી કરાઇ હતી

વેપારીઓને હની ટ્રેપમાં ફસાવીને પૈસા પડાવવાના કૌભાંડમાં મહિલા પોલીસ સ્ટેશનના તત્કાલિન પીએસઆઈ જેકે બ્રહ્મભટ્ટની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. મહિલા પોલીસ સ્ટેશનના તત્લાકિન પીઆઈ ગીતા પઠાણની ધરપકડ થતા પીએસઆઈ બ્રહ્મભટ્ટ ફરાર થયા હતા. કૌભાંડમાં અત્યારસુધીમાં ક્રાઈમ બ્રાંચે 3 પોલીસ સહિત 8 જણાંની ધરપકડ કરી હતી. વેપારીઓને હની ટ્રેપમાં ફસાવીને પૈસા પડાવતી ગેંગ વિશે ક્રાઈમ બ્રાંચને 4 અરજી મળી હતી. જેની તપાસમાં 2 પુરુષ, 2 યુવતી અને મહિલા પીઆઈ ગીતા પઠાણ સહિતના લોકોની સંડોવણી હોવાનું પુરવાર થતાં ક્રાઈમ બ્રાંચે 21 માર્ચે ગુનો દાખલ કર્યો હતો.

જેમાં પોલીસે જે-તે સમયે જીતેન્દ્ર મોદી, બિપીન પરમાર, ઉન્નતિ અને જાનવીની ધરપકડ કરી હતી. ત્યારબાદ આ કૌભાંડમાં મહિલા પોલીસ સ્ટેશનના તત્લાકિન પીઆઈ ગીતા પઠાણ, મહિલા પોલીસ સ્ટેશનના વુમન હેડ કોન્સ્ટેબલ શારદા ખાંટ અને અમરબેન સોલંકીની ધરપકડ કરી હતી. જ્યારે આ કૌભાંડમાં મહિલા પોલીસ સ્ટેશનના તત્કાલિન પીએસઆઈ જે.કે.બ્રહ્મભટ્ટની સંડોવણી હોવાનું પુરવાર થતાં તેઓ ફરાર થઇ ગયા હતા.

અગાઉ ગુનેગારો સાથે સાઠગાંઠના આક્ષેપો થયા હતા
જે.કે.બ્રહ્મભટ્ટ અગાઉ સરદારનગર પોલીસમાં ફરજ બજાવતા હતા, ત્યારે ગુનેગારો સાથે સાંઠગાંઠ ધરાવતા હોવાના ગંભીર આક્ષેપો તેમના પર થતાં તેમની બદલી મહિલા પોલીસ સ્ટેશનમાં થઇ હતી. ત્યાં તેમણે હની ટ્રેપનું કૌભાંડ આચરતા તેમની બદલી સ્પેશિયલ બ્રાંચમાં કરી હતી.

યુવતીઓની અરજીની તપાસ PSI પોતાની પાસે રાખતા
છોકરીઓ વેપારીઓને હની ટ્રેપમાં ફસાવી પોલીસ કેસ કરવાની ધમકી આપીને મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી આપતી હતી. જેના આધારે પીએસઆઈ બ્રહ્મભટ્ટ તે અરજીની તપાસ પોતાની પાસે રાખી, વેપારીને બોલાવી પૈસાનો તોડ કરીને સમાધાન કરાવતા હતા.

અન્ય સમાચારો પણ છે...