તસ્કરોનો હાથફેરો:રાજ્યપાલના ફોટોગ્રાફરના ઘરમાંથી 13 લાખની ચોરી, પરિવાર ફરવા ગયો ત્યારે તસ્કરો હાથ ફેરો કરી ગયા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • ઘરમાંથી રોકડ રૂપિયા અને દાગીના ગાયબ હતાં અને દરેક જગ્યાએ વસ્તુઓ વેરવિખેર પડી હતી

દિવાળીના તહેવારમાં ઘણા પરિવાર પોતાના વતન કે બહારગામ ફરવા ગયા હતા તે સમયે તસ્કરો હાથફેરો કરીને જતા રહ્યા છે. સેટેલાઇટ વિસ્તારમાં રહેતા રાજ્યપાલના ફોટોગ્રાફરના બંધ ઘરમાં તસ્કરો રોકડ અને દાગીના સહિત 13 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ અંગે સેટેલાઇટ પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દિવાળીના તહેવારમાં રજા હોવાથી રિસોર્ટમાં જ રોકાયા
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, હર્ષદભાઈ જાટકીયા (ઉવ 65 ) રહે, માણેકબાગ સોસાયટી, સેટેલાઇટ) ફરિયાદ નોંધાવી હતી કે, 6 તારીખે તેઓ તેમની પત્ની પુત્ર અને પુત્રવધુ સાથે અમરેલી ગયા હતાં. ત્યારબાદ દિવાળીના તહેવારમાં રજા હોવાથી રિસોર્ટમાં રોકાયા હતા. તેઓ 10મી તારીખે ઘરે પરત ફર્યા ત્યારે ઘરમાં સમાન વેર વિખેર પડ્યો હતો.

ઘરમાં દરેક જગ્યાએ વસ્તુઓ વેરવિખેર પડી હતી
ઘરમાંથી રોકડ રૂપિયા અને દાગીના ગાયબ હતાં. ઘરમાં દરેક જગ્યાએ વસ્તુઓ વેરવિખેર પડી હતી. ઘરમાંથી 13 લાખ રૂપિયાની મત્તા ગાયબ હતી. આ અંગે હર્ષદભાઈએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી તસ્કરોને શોધવા પ્રયાસ શરૂ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...