તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુકીમનો નવો મુકામ PMO?:31મી ઓગસ્ટે ગુજરાતના મુખ્ય સચિવનો કાર્યકાળ પૂરો થશે, આજે છેલ્લી કેબિનેટ બેઠકમાં હાજર રહી સૌનો આભાર માન્યો

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
મુખ્ય સચિવ અનિલ મુકીમની ફાઈલ તસવીર - Divya Bhaskar
મુખ્ય સચિવ અનિલ મુકીમની ફાઈલ તસવીર
  • નવા મુખ્ય સચિવ તરીકે એસીએસ હોમ પંકજ કુમાર તથા એસીએસ ઈન્ડસ્ટ્રી રાજીવ ગુપ્તા રેસમાં આગળ

ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમનો 31મી ઓગસ્ટે કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. તેઓ આજે મળેલી કેબિનેટની બેઠકમાં હાજર રહ્યા હતા. મુખ્ય સચિવ અનિલ મુકીમે તેમના કાર્યકાળની છેલ્લી કેબિનેટ બેઠક હોવાનું જણાવીને સૌ કોઈનો આભાર માન્યો હતો. અને વિધીવત રીતે પોતાનું આ છેલ્લું વીક રાજ્ય સરકાર સાથે હોવાનું જણાવ્યું હતું. હવે તેમને કેન્દ્ર સરકારમાં મહત્વનું પદ મળી શકે છે.

6-6 મહિનાનું એક્સટેન્શન મેળવવાનો રેકોર્ડ
અનિલ મુકીમ મુખ્ય સચિવ તરીકે ગુજરાતમાં 6-6 મહિનાનું એક્સટેન્શન મેળવવાનો રેકોર્ડ ધરાવે છે. આ હવે નવા મુખ્ય સચિવ તરીકે એસીએસ હોમ પંકજ કુમાર તથા એસીએસ ઈન્ડસ્ટ્રી રાજીવ ગુપ્તા રેસમાં આગળ છે.

કેબિનેટ મીટિંગની ફાઈલ તસવીર
કેબિનેટ મીટિંગની ફાઈલ તસવીર

1985ની બેચના IAS અધિકારી અનિલ મુકીમ
નોંધનીય છે કે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમને 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. કોરોના સંક્રમણના પગલે રાજ્ય સરકાર હાલના મુખ્ય સચિવનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે મુકીમને એક્સટેન્શન આપવા માટેની દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલી હતી. જેના પર કેન્દ્ર સરકારે મહોર મારી હતી. 1985 બેચના IAS અધિકારી મુકીમ 1 વર્ષથી વધુ સમયથી મુખ્ય સચિવ પદે છે અને સરકારમાં તેમના મિતભાષી સ્વભાવને કારણે બધાંની સાથે ફાવી ગયું છે. આમ હવે તેઓ ઓગસ્ટ 2021 સુધી રાજ્યના મુખ્ય સચિવ પદે રહેશે.

કોણ છે અનિલ મુકીમ?
મુકીમનું પૈતૃક વતન રાજસ્થાન છે પરંતુ તેઓની જન્મ અને કર્મભૂમિ અમદાવાદ રહી છે. આ ઉપરાંત તેઓ દોઢ વર્ષ સુધી અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર પદે પણ રહી ચૂક્યા છે. ઓક્ટોબર 2001થી જાન્યુઆરી 2005 સુધીના સાડા ત્રણ વર્ષ જેટલા લાંબા ગાળા સુધી મુકીમ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અગ્ર સચિવ તરીકે રહી ચૂક્યા છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતના રમખાણો અને મોદીના મુખ્યમંત્રી બન્યા બાદની ગુજરાત વિધાનસભાની પ્રથમ ચૂંટણી પણ યોજાઇ હતી. આ દરમિયાન મુકીમે ખંતથી કામ કરી મોદીનો વિશ્વાસ સંપાદન કર્યો હતો. સાથે સાથે અનિલ મુકીમ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા તે વખતે નાણાં, મહેસૂલ વિભાગ ઉપરાંત સામાન્ય વહીવટ વિભાગમાં ફરજ નિભાવી ચૂક્યાં છે એટલે અમદાવાદ જ નહી, રાજ્યના વહીવટી તંત્ર પર તેઓ મજબૂત પક્કડ ધરાવે છે.