તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:નકલી દસ્તાવેજ બનાવી, ખોટી સહી કરી ભાડૂઆત દંપતીએ દુકાન નામે કરી લીધી

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

આંબાવાડી એસબીઆઈ-પોલિટેકનિક રોડ અધ્યાપક મિત્રમંડળ સોસાયટીમાં રહેતાં આશાબેન ઠાકોર(ઉં.82)એ પવન માંગીલાલા શાહ અને તેમનાં પત્ની પદ્માબેન શાહ (ઓમ ગાયત્રી એપાર્ટમેન્ટ,આંબાવાડી) વિરુદ્ધ ગુજરાત યુનિર્વસિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી છેતરપિંડીની ફરિયાદ અનુસાર, 30 વર્ષ પહેલાં આશાબેનના પતિ હયાત હતા ત્યારે તેમના મકાનના આગળના ભાગમાં આવેલી દુકાન અતુલભાઈને ભાડેથી આપી હતી.

અતુલભાઈને મળવા માટે પવન શાહ અવારનવાર આવતા હોવાથી આશાબેન પણ તેમને ઓળખતા હતા. 15 વર્ષ પહેલાં અતુલનું અવસાન થતા પવન શાહે આ દુકાન આશાબેન પાસેથી માસિક રૂ.500ના ભાડેથી રાખી હતી. ત્યાર બાદ 2018માં પવન શાહ અને પત્ની પદ્માએ ભેગાં મળી આશાબેનના નકલી પાવર, નકલી સહી, અંગૂઠા મારીને નકલી પાવરને આધારે તેમની દુકાન પોતાના નામે કરાવી લઈ છેતરપિંડી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...