હવામાન વિભાગની આગાહી:બે દિવસ સુધી ગરમીનો પારો 41 ડિગ્રી રહેવા વકી, પવનની ગતિ ઘટીને 3.6 કિમી થતાં બફારો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 24 કલાકમાં તાપમાનમાં નજીવો ઘટાડો થયો

દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમના સૂકા પવનોની અસરથી અમદાવાદ સહિત રાજ્યના 7 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં 42.4 ડિગ્રી સાથે રાજકોટ સૌથી વધુ ગરમ હતું. બે દિવસ દરમિયાન હીટવેવનું જોર વધતાં ગરમીમાં વધારો થવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

અમદાવાદમાં ગરમીનો પારો 41.4 અને 24.3 ડિગ્રી નોંધાયો હતો. પરંતુ, બપોર પછી પવનોનું જોર ઘટતાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ 77 ટકાથી ઘટીને 22 ટકાએ પહોંચ્યું હતું. જેને કારણે બપોર પછી પવનની ગતિ ઘટીને 3.6 કિલોમીટર થઇ જતાં ગરમીનું પ્રમાણ વધ્યું હતું. આગામી બે દિવસ દરમિયાન અમદાવાદમાં ગરમીનો પારો 41 ડિગ્રીની આસપાસ રહેવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનું જોર યથાવત રહ્યું હતું. જેમાં અમદાવાદ, રાજકોટ, ડીસા, વડોદરા, ભુજ, કંડલા એરપોર્ટ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...