તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હીટવેવ:ગુજરાતનાં આઠ શહેરોમાં તાપમાન 40 ડીગ્રી પાર કરી ગયું, આગામી દિવસોમાં અમદાવાદનું તાપમાન ઊંચકાશે

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાં આઠ શહેરમાં ગરમી વધશે (પ્રતીકાત્મક તસવીર). - Divya Bhaskar
ગુજરાતમાં આઠ શહેરમાં ગરમી વધશે (પ્રતીકાત્મક તસવીર).
  • હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, રાજ્યમાં આગામી 48 કલાક આકરા સાબિત થશે
  • શનિવાર અને રવિવારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી

ગુજરાતમાં માર્ચ મહિનાના છેલ્લા સપ્તાહથી ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા એક સપ્તાહથી રાજ્યના મોટા ભાગનાં શહેરોમાં 40 ડીગ્રીથી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. મંગળવારે રાજ્યનાં આઠ શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડીગ્રીથી વધુ નોંધાયું હતું. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં બે દિવસ હીટવેવની આગાહી કરી છે. રાજ્યમાં સૌથી વધુ સુરેન્દ્રનગરમાં 41.8 ડીગ્રી, અમરેલીમાં 41.5 ડીગ્રી, રાજકોટમાં 41.5 ડીગ્રી, ગાંધીનગરમાં 41 ડીગ્રી, અમદાવાદમાં 40.9 ડીગ્રી, ડીસામાં 40.1 ડીગ્રી, વડોદરામાં 40.7 ડીગ્રી અને કંડલા એરપોર્ટનું મહત્તમ તાપમાન 40.8 ડીગ્રી નોધાયું હતું.

આગામી દિવસોમાં અમદાવાદ શહેરનું તાપમાન ઊંચકાશે
બીજી તરફ, હજુ આગામી શનિવાર અને રવિવાર બે દિવસ પોરબંદર અને ગીર-સોમનાથમાં હીટવેવની સ્થિતિ રહેશે એવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો આજે 40.9 ડીગ્રી નોંધાયો છે, જ્યારે લઘુતમ તાપમાન 24.7 ડીગ્રી નોંધાયું છે. શહેરમાં સવારથી જ ગરમીની શરૂઆત થઈ જાય છે. બપોરના સમયે તો ચામડી દઝાડતી ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. હજુ આગામી દિવસોમાં અમદાવાદ શહેરનું તાપમાન ઊંચકાશે એવું હવામાન- નિષ્ણાતો જણાવી રહ્યા છે. બીજી તરફ, મોડી રાત્રે ઠંડીનો અહેસાસ પણ થાય છે. રાત્રે ઠંડો પવન ફુંકાતાં લોકો રાહત અનુભવી રહ્યા છે.

કાંકરિયા ઝૂમાં પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી.
કાંકરિયા ઝૂમાં પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી.

આગામી 48 કલાક આકરા સાબિત થશે
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, રાજ્યમાં આગામી 48 કલાક આકરા સાબિત થશે અને ગરમીનું જોર વધશે તો આ તરફ અમદાવાદમાં વધી રહેલા તાપમાનને પગલે હવામાન વિભાગે યલો અલર્ટ જાહેર કર્યું છે તો ભાવનગર, રાજકોટ સહિત બનાસકાંઠામાં હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે. તંત્રએ નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે, સાથે જ જો ઘરની બહાર નીકળવાનું થાય તો પૂરતી તકેદારી રાખવામાં આવે.

આગામી બે દિવસમાં અમદાવાદમાં ગરમીનો પારો ઊંચકાશે (ફાઈલ ફોટો).
આગામી બે દિવસમાં અમદાવાદમાં ગરમીનો પારો ઊંચકાશે (ફાઈલ ફોટો).

પશુ-પક્ષીઓ માટે કાકંરિયા ઝુમાં વિશેષ વ્યવસ્થા
અમદાવાદમાં ગરમીનો પારો સતત ઉપર જતાં કાકંરિયા ઝૂમાં વિશેષ વ્યવસ્થા અબોલ પશુ-પક્ષીઓ માટે ઊભી કરવામાં આવી છે. આગ ઓકતી ગરમી સામે પશુ-પક્ષીઓને રક્ષણ મળી રહે એ માટે પ્રાણીસંગ્રહાલય દ્વારા 25 જેટલાં કૂલર, ગ્રીન નેટ લગાવવાની સાથે પાણીનો છંટકાવ પણ શરૂ કરાયો છે. આ ઉપરાંત વૃક્ષા રોપણની પણ કામગીરી કરવામાં આવી છે તો તાપમાન 45 ડીગ્રી નોંધાશે તો એન્ટી- ઈસ્ટ્રેસ દવા આપવાની પણ તૈયારી ઝૂ તંત્ર દ્વારા કરવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો