કોલ્ડવેવ:2018 પછી પહેલીવાર ઠંડીનો પારો 8.3 ડિગ્રી, આજે સિઝનનો સૌથી ઠંડો દિવસ રહેવાની આગાહી, 31 ડિસેમ્બર સુધી કોલ્ડવેવ

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ઠંડા પવનોની અસરોને કારણે અમદાવાદમાં વર્ષ 2018 પછી ઠંડીનો પારો ગગડીને 8.3 ડિગ્રી નોંધાયો છે. તેમજ છેલ્લાં બે દિવસમાં અમદાવાદનું લઘુતમ તાપમાન 8.4 ડિગ્રી ગગડ્યું છે. જેને કારણે શહેરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. આગામી બે દિવસો સુધી શહેરમાં ઠંડીનું જોર યથાવત્ રહેશે, અને મંગળવારે સૌથી ઠંડો દિવસ રહેવાની શક્રયતા છે. ત્યારબાદ ઠંડીમાં સામાન્ય ઘટાડો થવાના સંકેતો હવામાન વિશેષજ્ઞ દ્વારા પ્રાપ્ત થયાં છે.

હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે, અમદાવાદમાં વર્ષ 2018માં 27 ડિસેમ્બરે ઠંડીનો પારો 8.0 ડિગ્રી નોંધાયો હતો. ત્યારબાદ સોમવારે કાતિલ ઠંડા પવનોની અસરોથી ઠંડીનો પારો ગગડીને 8.3 ડિગ્રી નોંધાયો છે. છેલ્લાં 10 વર્ષમાં પાંચ વાર અમદાવાદમાં ઠંડીનો પારો 7થી 8 ડિગ્રી વચ્ચે નોંધાતાં અમદાવાદમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. અમદાવાદમાં હજુ બે દિવસો સુધી ઠંડીનો પારો 8થી 10 ડિગ્રીની વચ્ચે રહેશે. મંગળવારે ઠંડા પવનોનું જોર વધતાં દિવસ દરમિયાન પણ કાતિલ ઠંડીનો અનુભવ થવાની શક્યતા છે. પરંતુ, 31 ડિસેમ્બરથી તાપમાનમાં સામાન્ય ઘટાડો થતાં લઘુતમ તાપમાન 10થી 11 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.

2014ની 15 ડિસેમ્બરે 7.4 તાપમાન હતું

તારીખતાપમાન
15 ડિસેમ્બર, 20147.4
28 ડિસેમ્બર, 20138.3
28 ડિસેમ્બર, 20129.2
27 ડિસેમ્બર, 20119.2
22 ડિસેમ્બર,20108.2
28 ડિસેમ્બર,201910.2
27 ડિસેમ્બર,20188
27 ડિસેમ્બર,201710.1
24 ડિસેમ્બર,201610.7
20 ડિસેમ્બર, 20158

બે દિવસમાં પારો 8.4 ડિગ્રી ગગડ્યો

શનિવારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 16.7 ડિગ્રી નોંધાયું હતું. રવિવારે દિવસ દરમિયાન ઠંડા પવનો ચાલુ રહેતાં ઠંડીનો પારો 3.3 ડિગ્રી ગગડીને 13.4 ડિગ્રી નોંધાયું હતું. તેમજ સોમવારે ફરીથી લઘુતમ તાપમાન 5.1 ડિગ્રી ગગડીને 8.3 ડિગ્રી નોંધાતા લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો.