માઠું લાગતા પગલું ભર્યું:ચા ઢોળાતાં માતા-પિતાએ ઠપકો આપતાં કિશોરી ઘરેથી ભાગી ગઈ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બોપલમાં રહેતી કિશોરી જૂનાગઢ માસીના ઘરે જવાં નીકળી હતી
  • વસ્ત્રાપુર પોલીસે 16 કલાકમાં શોધી પરિવારને પરત સોંપી

સવારે પરિવારના સભ્યો ચા પીવા સાથે બેઠા ત્યારે બાળકો મસ્તી કરી રહ્યા હોવાથી ચા ઢોળાઈ હતી. જેથી માતા - પિતા એ ઠપકો આપતા મનમાં લાગી આવતા 12 વર્ષની કિશોરી થેલામાં કપડા ભરીને ઘરેથી નીકળી ગઈ હતી. જૂનાગઢના બિલકા ગામમાં રહેતા માસીના ઘરે જવા માટે આ કિશોરી જજીસ બંગલા ચોકી નજીક બેઠી હતી. 5 કલાક સુધી બાળકી થેલો લઈને બેઠી હોવા અંગે જાગૃત નાગિરકોએ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે રાતે તેના માતા - પિતાની ભાળ મેળવીને બાળકીને તેમને સોંપી દીધી હતી.

આ વિશે વાત કરતા વસ્ત્રાપુર પીઆઈ એસ.જી.ખાંભલા એ જણાવ્યું હતુ કે, રવિવારે બપોરે 12 વાગ્યા થી એક કિશોરી થેલો લઈને જજીસ બંગલા ચોકી પાસે બેઠી હતી. જો કે સાંજે 5 વાગ્યા સુધી આ કિશોરી થેલો લઈને તે જ જગ્યાએ બેઠી હોવાથી કેટલાક સ્થાનિક રહીશોને શંકા ગઈ હતી. જેથી પોલીસને જાણ કરતા વસ્ત્રાપુર પોલીસ પહોંચી હતી અને કિશોરીને પોલીસ સ્ટેશન લઈ આવી હતી.

પોલીસે કિશોરીની પૂછપરછ કરતા તે શરૂઆતમાં ગોળ - ગોળ વાતો કરી રહી હતી. જ્યારે પોલીસે તેને બેસાડીને શાંતિથી પૂછતા કિશોરીએ કહ્યું હતુ કે તે બોપલ વિસ્તારમાં ઝુપડામાં માતા - પિતા - ભાઈ બહેન સાથે રહેતી હતી.

સવારે ચા ઢોળાઈ જતા માતા - પિતા એ ઠપકો આપ્યો હતો. જેથી મનમાં લાગી આવતા કિશોરી થેલામાં કપડા ભરીને જૂનાગઢના બિલખા ગામમાં રહેતા માસીના ઘરે જવા ઘરેથી નીકળી ગઈ હતી. ઘરેથી નીકળીને આ કિશોરી જજીસ બંગલા પોલીસ ચોકી નજીક 12 વાગ્યે આવી ગઈ હતી. ત્યાંથી જૂનાગઢ જવા માટે એસટી બસની રાહ જોઈ રહી હતી. પરંતુ સાંજ પડી જતા સ્થાનિક રહીશોને શંકા જતા પોલીસને જાણ કરી દીધી હતી. પોલીસ રાતે 12 વાગ્યે પૂનમના ઘર સુધી પહોંચી હતી અને તેના માતા - પિતાને પૂનમને સોંપી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...