AMC કામગીરી:બીજો ડોઝ ન લેનારા 5 લાખ લોકોના ઘરે જઈ ટીમ તપાસ કરશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

શહેરમાં હજુ આજની સ્થિતિએ પણ 5 લાખથી વધારે નાગરિકોએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી છે ત્યારે મ્યુનિ. આરોગ્ય વિભાગ દ્વારા રવિવારે એક વિશેષ મેગાડ્રાઇવનું આોયજન કરવામાં આવ્યું છે, જેમાં હેલ્થવર્કર લોકોના ઘરે જઇને વેક્સિન અંગેની સ્થિતિની સમીક્ષા કરશે. આ મેગાડ્રાઇવમાં સવારના 9 થી સાંજના 5 વાગ્યા સુધી હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઇન વર્કર્સ, તથા 60 વર્ષ કરતાં વધુ વયજુથના લોકો માટે પ્રિકોશન ડોઝની વ્યવસ્થા કરવામાં આવશે. 12 વર્ષથી વધુ વયના કિશોરો માટે પણ પ્રથમ અને બીજા ડોઝની વ્યવસ્થા કરાશે. દરેક હેલ્થ સેન્ટર પર 6 જેટલી ટીમ બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી છે.

શનિવારે 6044 નાગરિકોએ વેક્સિન લીધી છે. આ સાથે કોરોના નવા 17 કેસ સામે આવ્યા છે જ્યારે સાજા થતાં 20 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આ‌વ્યા છે. કોઈ પણ દર્દીનું અવસાન થયું નથી.

અન્ય સમાચારો પણ છે...